તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

South Republic DeskSunday, 13 September 2026 2 મિનિટ વાંચન · 1 hr ago 0
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…

સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ

નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ પર સ્મશાન ભૂમિ સામે ત્રણ અજાણ્યા ઇસમો વગર નંબરની બજાજ પલ્સર અને સુઝુકી બર્ગમેન પર આવ્યા હતા. તેમણે એક આધેડને પોલીસ તરીકેની ઓળખ આપી લાયસન્સ માંગ્યું હતું અને વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા હોવાનું જણાવી સાવચેત રહેવા કહ્યું હતું.

આ દરમિયાન આધેડના હાથમાં રહેલું સોનાનું બ્રેસલેટ અને ગળાની સોનાની ચેઈન, જેની કુલ કિંમત અંદાજે ₹3.57 લાખ હતી, ઉતરાવી પ્રથમ ખિસ્સામાં મુકાવ્યા અને બાદમાં કાગળમાં મુકવાનું જણાવ્યું હતું. ત્રણમાંથી એક ઇસમે કાગળ આપીને તેમાં દાગીના મુકાવ્યા બાદ આધેડની નજર ચૂકવી કાંકરા ભરેલો બીજો કાગળ આપી સોનાના દાગીના લઈને નાસી ગયા હતા.

આ બનાવ અંગે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. નેશનલ હાઈવે નં. 48 પર ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં આરોપીઓ અંગે વોચ ગોઠવવામાં આવી હતી.

તપાસ દરમિયાન સુઝુકી બર્ગમેન નં. MH-02-GU-8722 સાથે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ, આમ્બેવલી ઇન્દિરાનગર રેલવે સ્ટેશન નજીક રહેતા અસદઉલ્લા ફૈયાઝ ખાનને વલસાડ LCB અને મહારાષ્ટ્ર પોલીસના સંકલનથી ચારોટી ટોલનાકા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે મમુ સંજય ઈરાની અને તનવીર ઈરાનીને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી અસદઉલ્લાની ધરપકડથી બીલીમોરા તેમજ મહારાષ્ટ્રના વિઠલવાડી પોલીસ મથકના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આરોપી અસદઉલ્લા ફૈયાઝ ખાન સામે અગાઉ પણ મહારાષ્ટ્રના વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં અંબાલા સિટી, ડોંડાઇચા, નંદુરબાર, ઉપનગર, દેવપુર, ચાલીસગાંવ, ખડકપાડા, વાશી અને નવઘર પોલીસ મથકના કેસોનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ

ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત

સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારીમાં 6 ગણેશ મંડળોના સંચાલકો અને 5 મૂર્તિકારો વિરુદ્ધ ગુનો દાખલ

12 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિ સ્થાપવા અને બનાવવાના મામલે જાહેરનામા ભંગની કાર્યવાહી નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ શહેરમાં 12 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક જગ્યાએ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે નવસારી ટાઉન પોલીસે 12…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો