નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ
નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ
ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ
નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.
વિઝિટ દરમિયાન ઇટાળવા ખાતે GUDC દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇટાળવા તળાવ ખાતે ચાલી રહેલા વિકાસકામોની સ્થળ મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અંગે વિગતો મેળવવામાં આવી હતી.
તળાવ અને સંલગ્ન વિકાસકામો સમયમર્યાદામાં તથા ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સી અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ત્યારબાદ ચોવીસી આહિરવાસ અને ધારાનગર ખાતે સ્થાનિક નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈ ડ્રેનેજ તથા રસ્તા સંબંધિત પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભાણા પેટ્રોલ પંપ પાસે, શનિદેવ મંદિર નજીક પણ સ્થાનિકોની રજૂઆત અંગે સ્થળ મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
સમગ્ર ફિલ્ડ વિઝિટ દરમિયાન નવસારી મહાનગરપાલિકાના નગરસેવકો, ડેપ્યુટી કમિશનર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકામોમાં જરૂરી સુધારા-વધારા કરીને કામગીરી વધુ વેગવંતી, ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓ તથા સંબંધિત એજન્સીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસીને ડાન્સ કરતા રીલ બનાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા નવસારી : જલાલપોર તાલુકાના મરોલી ગામમાં રાત્રિના સમયે કેટલાક યુવાનો ખુલ્લી જીપની છત અને બોનેટ પર બેસીને ડાન્સ અને જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનોએ માથા પર ટેડી બિયર અને કાર્ટૂન કેરેક્ટરના માસ્ક પહેરી ચાલુ…
વધુ વાંચોસાઉથ રિપબ્લીકના અહેવાલનો પડઘો
વિજલપોરના શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી આરસીસી રોડ બનાવવાનું કામ મંજુર અંદાજે 3 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આરસીસી રોડનું નિર્માણ થશે, આજે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે ખાતમુહુર્ત થશે નવસારી : શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધીના જર્જરિત-બિસ્માર રોડ બાબતે સાઉથ રિપબ્લીકે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે નવસારી મનપા દ્વારા શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી…
વધુ વાંચોપોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…
વધુ વાંચોનવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…
વધુ વાંચો




