ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત
ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત
સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ચીખલી પ્રાંત અધિકારી, ગણદેવી મામલતદાર તથા સંબંધિત વિભાગોના અધિકારીઓની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે અંદાજે 10 હજાર ચોરસ મીટર જેટલા વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
હાલ સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં.
આગામી દિવસોમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…
વધુ વાંચોનવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…
વધુ વાંચોનવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ
ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…
વધુ વાંચોનવસારીમાં 6 ગણેશ મંડળોના સંચાલકો અને 5 મૂર્તિકારો વિરુદ્ધ ગુનો દાખલ
12 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિ સ્થાપવા અને બનાવવાના મામલે જાહેરનામા ભંગની કાર્યવાહી નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ શહેરમાં 12 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશજીની મૂર્તિ સ્થાપવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક જગ્યાએ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે નવસારી ટાઉન પોલીસે 12…
વધુ વાંચો




