તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

બીલીમોરામાં પૂરગ્રસ્ત પરિવારોને રસોડાના ડબ્બાનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Bilimora: Flood-hit families given kitchen containers in exemplary act of humanity

સાઉથ રિપબ્લીકTuesday, 25 August 2026 1 મિનિટ વાંચન · 47 days ago 0
બીલીમોરા ખાતે અગાઉ આવેલા ભયંકર પૂરના કારણે નુકસાન પામેલા અંદાજે 200 પરિવારોને નવીનભાઈ સોમાભાઈ પટેલ પરિવાર તરફથી રસોડામાં ઉપયોગી ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું.

બીલીમોરા : બીલીમોરા ખાતે અગાઉ આવેલા ભયંકર પૂરના કારણે નુકસાન પામેલા પરિવારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજે માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. બીલીમોરાના વતની અને હાલ અમેરિકામાં હોય નવીનભાઈ સોમાભાઈ પટેલ, તેમના પત્ની હંસાબેન, પુત્રી નિરાલીબેન અને પુત્ર ધવલભાઈ તરફથી પૂરગ્રસ્ત પરિવારોને રસોડામાં ઉપયોગી ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકાર્ય અંતર્ગત અંદાજે 200 જેટલા પરિવારોને પરિવાર દીઠ રસોડાના ઉપયોગી ડબ્બા ભેટરૂપે આપવામાં આવ્યા હતા. પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં નુકસાન ભોગવનાર પરિવારોને આ પ્રકારની મદદ કરવામાં આવી.

બીલીમોરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં ઘરે ઘરે જઈ રસોડાના ડબ્બાનું વિતરણ.
લાભાર્થી પરિવારને રસોડાના ઉપયોગી ડબ્બા ભેટરૂપે અપાયા.
વિતરણ માટે લાવવામાં આવેલ રસોડાના ડબ્બાનો જથ્થો.

નવીનભાઈ સોમાભાઈ પટેલ મૂળ બીલીમોરાના વતની છે અને નિખાલસ, સેવાભાવી તથા ઉત્સાહી સ્વભાવ માટે જાણીતા છે. હાલ અમેરિકામાં હોવા છતાં પોતાના વતન બીલીમોરાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે આગળ આવી તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વ્યવસાય અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત હોવા છતાં સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સેવા કરવાની ભાવના જાળવી રાખવી ખરેખર પ્રશંસનીય બાબત છે. નવીનભાઈ સોમાભાઈ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી મદદ બદલ સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને તેમના સેવાભાવી કાર્યને સર્વત્ર બિરદાવવામાં આવ્યું હતું.

પૂરગ્રસ્ત પરિવારોની મદદ માટે આગળ આવી નવીનભાઈ સોમાભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો