તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો

Eye camp held in Navsari with support of Somnath Mahadev Temple

સાઉથ રિપબ્લીક ન્યૂઝWednesday, 26 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

150થી વધુ દર્દીઓએ આંખોની તપાસનો લાભ લીધો

150થી વધુ દર્દીઓએ લાભ લીધો | આંખોની તપાસ | રાહત દરે ચશ્મા | જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન

નવસારી : નવસારી શાંતાદેવી રોડ આવેલ આ સોમનાથ મહાદેવ મંદિર આવ્યું છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી દરરોજ દર્શને આવતા ભક્તોના ઘંટનાદથી મંદિર ગાજે છે તેમજ કુદરતી આપત્તિ આવે ત્યારે આ મંદિર જનસેવાથી ગાજી ઊઠે છે.

સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 150થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો.

કેમ્પમાં હાજર ચિકિત્સકોએ દરેકની આંખો તપાસી હતી. સાથે જ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સિવાય જો કોઈ દર્દીએ મોતિયાનું ઓપરેશન કરવાનું થશે તો સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરમાં ફ્રી માં કરી આપવામાં આવશે અને દર્દીને રહેવા જમવાની વ્યવસ્થા આપશે.

કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓ

આંખોની તપાસ

150થી વધુ દર્દીઓને લાભ

રાહત દરે ચશ્માનું વિતરણ

જરૂરિયાત મુજબ મોતિયાનું ઓપરેશન

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ખાતે નિઃશુલ્ક ઓપરેશનની સુવિધા

ઓપરેશન માટેના દર્દીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો