બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર ટ્રાન્સફર કરી લીધા
બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર ટ્રાન્સફર કરી લીધા
મોબાઈલનો એક્સેસ મેળવી ખાતામાંથી રૂ. 20 હજાર ઉપાડી લીધા, બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
નવસારી : બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હોવાનો બનાવ બીલીમોરા પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ ગણદેવીના ભાટ ગામે કુવા ફળીયામાં અને હાલ બીલીમોરા સોમનાથ મંદિર પાસે દેસરા રાવલનગરમાં હર્ષવર્ધન રામાભાઈ ટંડેલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 5મીએ હર્ષવર્ધનના મિત્ર સાહિલે હર્ષવર્ધન પાસેથી 500 રૂપિયા ઉછીના માંગતા હર્ષવર્ધને 500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ કોઈ અજાણ્યા ઇસમે હર્ષવર્ધનને અજાણી એપ્લીકેશન મોકલી તેનો મોબાઈલ હેક કરી લીધો હતો અને મોબાઈલનો એક્સેસ મેળવી 20 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.
રાત્રે મિત્ર પાર્થે હર્ષવર્ધન પાસેથી 500 રૂપિયા ઉછીના માંગતા તે રૂપિયા ટ્રાન્સફર થયા ન હતા. જેથી હર્ષવર્ધને બેંક એકાઉન્ટમાં ચેક કરતા 20 હજાર રૂપિયા ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું અને સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતે હર્ષવર્ધને બીલીમોરા પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એન. સોલંકીએ હાથ ધરી છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીના તમામ હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં કેમેરા લગાવી લાઈવ વિડીયો દર્શાવતી સ્ક્રીન ગ્રાહકોને બતાવવા જરૂરી
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જેમ નવસારી મ્યુ. કોર્પોરેશન સહિત જિલ્લા તંત્ર પણ પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ણય લેશે ખરા? નવસારી : નવસારી જિલ્લામાં ઘણી હોટેલ-રેસ્ટોરન્ટો આવેલી છે, જ્યાં રોજ હજારો લોકો તેમના પરિવારજનો સાથે ખાવા માટે જાય છે. સામાન્ય દિવસોમાં કેટલાક લોકો મોટી હોટેલ-રેસ્ટોરન્ટમાં જવાને બદલે નજીકની લારીઓ પર ખાવાનું પસંદ કરે છે, પરંતુ…
Read moreનવસારીમાં રિક્ષાના નવા ભાડાપત્રકનો કડકાઈથી અમલ કરવા રીક્ષા ચાલકોને સૂચના
મુસાફરો સાથે વિવાદ ટાળવા અને નિયમભંગ કરનાર ચાલકો સામે કડક પગલાંની એસોસિએશનની ચીમકી નવસારી: નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓ માટે એસોસિએશન દ્વારા નવું ભાડાપત્રક જાહેર કરી આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે. ત્યારે રીક્ષા ચાલકોએ નિર્ધારિત ભાડાની રકમ જ વસૂલવા તેમજ મુસાફરો સાથે વિવાદ ટાળવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ રીક્ષા…
Read moreચીખલી તાલુકામાં ને.હા.48 પર રો-ની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ
સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરાઈ નવસારી : સુપ્રીમ કોર્ટ દ્વારા સુઆ મોટો પિટિશનમાં ગત 13મી એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી…
Read moreલોન મંજુર કરાવવાના બહાને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડને છેતર્યો
80 લાખની લોન અપાવવાની વાત કરી અલગ-અલગ ચાર્જીસના નામે કુલ રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા નવસારી : લોન મંજુર કરાવવાના બહાને અજાણ્યા ઇસમે 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડ સાથે છેતરપીંડી આચરી હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી પિંજારા મહોલ્લા તંબોલી સ્ટ્રીટ પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા હબીબભાઈ હાસીમભાઈ ગોધરાવાલા (ઉ.વ.…
Read more




