Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI NO. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ચીખલી તાલુકામાં ને.હા.48 પર રો-ની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ

ચીખલી તાલુકામાં ને.હા.48 પર રો-ની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ

South Republic DeskFriday, 04 September 2026 1 min read · 1 hr ago 0
સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરાઈ નવસારી : સુપ્રીમ કોર્ટ દ્વારા સુઆ મોટો પિટિશનમાં ગત 13મી એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી…

સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરાઈ

નવસારી : સુપ્રીમ કોર્ટ દ્વારા સુઆ મોટો પિટિશનમાં ગત 13મી એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી કરવા જણાવાયું છે. જે અન્વયે નવસારી કલેક્ટર કચેરી દ્વારા ગત 4થી જૂનના રોજ જિલ્લા કક્ષાએ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર છે.

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચનાઓ અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને સાથે રાખી રાષ્ટ્રીય ધોરીમાર્ગોની નિયંત્રણ રેખા અંગે સ્થળ પર ચકાસણી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદાની અંદર આવેલા તમામ પ્રકારના ગેરકાયદેસર કાચા તથા પાકા બાંધકામોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહારની સલામતી, માર્ગની સુગમતા તથા અકસ્માતોના જોખમને ઘટાડવાના હેતુસર નિયંત્રણ રેખાની અંદર આવેલા બિનઅધિકૃત બાંધકામો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન સંબંધિત માર્ગદર્શિકા તથા કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવશે.

આથી ચીખલી તાલુકાના તમામ સંબંધિત વેપારીઓ, મિલકતધારકો તથા જાહેર જનતાએ એનએચ-48ની રાઈટ ઓફ વે તથા નિયંત્રણ રેખાની મર્યાદા અંગે નોંધ લઈ, નિયંત્રણ રેખાની અંદર આવેલા ગેરકાયદેસર બાંધકામો/દબાણો અંગે જરૂરી કાર્યવાહી માટે સહકાર આપવા ચીખલી પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર એન.ડી. કુગસીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

PHOTO GALLERY

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

નવસારીના તમામ હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં કેમેરા લગાવી લાઈવ વિડીયો દર્શાવતી સ્ક્રીન ગ્રાહકોને બતાવવા જરૂરી

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જેમ નવસારી મ્યુ. કોર્પોરેશન સહિત જિલ્લા તંત્ર પણ પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ણય લેશે ખરા? નવસારી : નવસારી જિલ્લામાં ઘણી હોટેલ-રેસ્ટોરન્ટો આવેલી છે, જ્યાં રોજ હજારો લોકો તેમના પરિવારજનો સાથે ખાવા માટે જાય છે. સામાન્ય દિવસોમાં કેટલાક લોકો મોટી હોટેલ-રેસ્ટોરન્ટમાં જવાને બદલે નજીકની લારીઓ પર ખાવાનું પસંદ કરે છે, પરંતુ…

Read more
નવસારી 1 hr ago

નવસારીમાં રિક્ષાના નવા ભાડાપત્રકનો કડકાઈથી અમલ કરવા રીક્ષા ચાલકોને સૂચના

મુસાફરો સાથે વિવાદ ટાળવા અને નિયમભંગ કરનાર ચાલકો સામે કડક પગલાંની એસોસિએશનની ચીમકી નવસારી: નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓ માટે એસોસિએશન દ્વારા નવું ભાડાપત્રક જાહેર કરી આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે. ત્યારે રીક્ષા ચાલકોએ નિર્ધારિત ભાડાની રકમ જ વસૂલવા તેમજ મુસાફરો સાથે વિવાદ ટાળવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ રીક્ષા…

Read more
નવસારી 2 hr ago

બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર ટ્રાન્સફર કરી લીધા

મોબાઈલનો એક્સેસ મેળવી ખાતામાંથી રૂ. 20 હજાર ઉપાડી લીધા, બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નવસારી : બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હોવાનો બનાવ બીલીમોરા પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ ગણદેવીના ભાટ ગામે કુવા ફળીયામાં અને હાલ બીલીમોરા સોમનાથ મંદિર પાસે દેસરા રાવલનગરમાં…

Read more
નવસારી 2 hr ago

લોન મંજુર કરાવવાના બહાને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડને છેતર્યો

80 લાખની લોન અપાવવાની વાત કરી અલગ-અલગ ચાર્જીસના નામે કુલ રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા નવસારી : લોન મંજુર કરાવવાના બહાને અજાણ્યા ઇસમે 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડ સાથે છેતરપીંડી આચરી હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી પિંજારા મહોલ્લા તંબોલી સ્ટ્રીટ પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા હબીબભાઈ હાસીમભાઈ ગોધરાવાલા (ઉ.વ.…

Read more
આજનું ઈ-પેપર વાંચો