Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI NO. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

લોન મંજુર કરાવવાના બહાને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડને છેતર્યો

લોન મંજુર કરાવવાના બહાને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડને છેતર્યો

South Republic DeskFriday, 04 September 2026 1 min read · 2 hr ago 0
80 લાખની લોન અપાવવાની વાત કરી અલગ-અલગ ચાર્જીસના નામે કુલ રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા નવસારી : લોન મંજુર કરાવવાના બહાને અજાણ્યા ઇસમે 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડ સાથે છેતરપીંડી આચરી હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી પિંજારા મહોલ્લા તંબોલી સ્ટ્રીટ પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા હબીબભાઈ હાસીમભાઈ ગોધરાવાલા (ઉ.વ.…

80 લાખની લોન અપાવવાની વાત કરી અલગ-અલગ ચાર્જીસના નામે કુલ રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા

નવસારી : લોન મંજુર કરાવવાના બહાને અજાણ્યા ઇસમે 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડ સાથે છેતરપીંડી આચરી હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, નવસારી પિંજારા મહોલ્લા તંબોલી સ્ટ્રીટ પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા હબીબભાઈ હાસીમભાઈ ગોધરાવાલા (ઉ.વ. 58) હબીબ એન્ટરપ્રાઈઝ નામની ફેકટરી ચલાવે છે. ગત 18મીએ હબીબભાઈના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારાએ પોતાનું નામ બલજીન્દર સિંઘ અને કેપિટલ વન ફાયનાન્સમાંથી બોલતો હોવાનું જણાવી લોન અપાવવાની વાત કરી હતી.

બલજીન્દરે હબીબભાઈને કેટલી લોનની જરૂરિયાત છે તેમ પૂછતા તેમણે 80 લાખ રૂપિયાની લોન જોઈએ છે તેમ જણાવ્યું હતું. જેથી બલજીન્દરે લોન સેન્સ્કશન થઈ જશે તેમ કહ્યું હતું. ત્યારબાદ હબીબભાઈએ લોન લેવાનું નક્કી કરતા બલજીન્દરે તેની કંપનીનો બીજો નંબર આપી ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા. જેથી હબીબભાઈએ આધાર કાર્ડ, પાન કાર્ડ, આઈટીઆર, ઉદ્યમ સર્ટીફીકેટ, બેંક સ્ટેટમેન્ટ અને જીએસટી નંબર મોકલ્યા હતા.

ત્યારબાદ રીતિકા અને બલજીન્દરે લોનના અલગ-અલગ ચાર્જીસ પેટે પૈસા ટ્રાન્સફર કરવા માટે સ્કેનર મોકલ્યું હતું. જેથી હબીબભાઈ પાસેથી અલગ-અલગ ચાર્જીસ પેટે ટુકડે-ટુકડે કુલ રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા હતા.

પરંતુ ઘણા દિવસો વીતી ગયા છતાં લોન પાસ કરાવવાની જગ્યાએ રીતિકા અને બલજીન્દર વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. જેથી હબીબભાઈને શંકા જતા વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા. આ બાબતે હબીબભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે રીતિકા અને બલજીન્દર નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. વી.આર. ભરવાડે હાથ ધરી છે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

નવસારીના તમામ હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં કેમેરા લગાવી લાઈવ વિડીયો દર્શાવતી સ્ક્રીન ગ્રાહકોને બતાવવા જરૂરી

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જેમ નવસારી મ્યુ. કોર્પોરેશન સહિત જિલ્લા તંત્ર પણ પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ણય લેશે ખરા? નવસારી : નવસારી જિલ્લામાં ઘણી હોટેલ-રેસ્ટોરન્ટો આવેલી છે, જ્યાં રોજ હજારો લોકો તેમના પરિવારજનો સાથે ખાવા માટે જાય છે. સામાન્ય દિવસોમાં કેટલાક લોકો મોટી હોટેલ-રેસ્ટોરન્ટમાં જવાને બદલે નજીકની લારીઓ પર ખાવાનું પસંદ કરે છે, પરંતુ…

Read more
નવસારી 1 hr ago

નવસારીમાં રિક્ષાના નવા ભાડાપત્રકનો કડકાઈથી અમલ કરવા રીક્ષા ચાલકોને સૂચના

મુસાફરો સાથે વિવાદ ટાળવા અને નિયમભંગ કરનાર ચાલકો સામે કડક પગલાંની એસોસિએશનની ચીમકી નવસારી: નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓ માટે એસોસિએશન દ્વારા નવું ભાડાપત્રક જાહેર કરી આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે. ત્યારે રીક્ષા ચાલકોએ નિર્ધારિત ભાડાની રકમ જ વસૂલવા તેમજ મુસાફરો સાથે વિવાદ ટાળવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ રીક્ષા…

Read more
નવસારી 1 hr ago

ચીખલી તાલુકામાં ને.હા.48 પર રો-ની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ

સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરાઈ નવસારી : સુપ્રીમ કોર્ટ દ્વારા સુઆ મોટો પિટિશનમાં ગત 13મી એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી…

Read more
નવસારી 2 hr ago

બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર ટ્રાન્સફર કરી લીધા

મોબાઈલનો એક્સેસ મેળવી ખાતામાંથી રૂ. 20 હજાર ઉપાડી લીધા, બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નવસારી : બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હોવાનો બનાવ બીલીમોરા પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ ગણદેવીના ભાટ ગામે કુવા ફળીયામાં અને હાલ બીલીમોરા સોમનાથ મંદિર પાસે દેસરા રાવલનગરમાં…

Read more
આજનું ઈ-પેપર વાંચો