નવસારીના તમામ હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં કેમેરા લગાવી લાઈવ વિડીયો દર્શાવતી સ્ક્રીન ગ્રાહકોને બતાવવા જરૂરી
નવસારીના તમામ હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં કેમેરા લગાવી લાઈવ વિડીયો દર્શાવતી સ્ક્રીન ગ્રાહકોને બતાવવા જરૂરી
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જેમ નવસારી મ્યુ. કોર્પોરેશન સહિત જિલ્લા તંત્ર પણ પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ણય લેશે ખરા?
નવસારી : નવસારી જિલ્લામાં ઘણી હોટેલ-રેસ્ટોરન્ટો આવેલી છે, જ્યાં રોજ હજારો લોકો તેમના પરિવારજનો સાથે ખાવા માટે જાય છે. સામાન્ય દિવસોમાં કેટલાક લોકો મોટી હોટેલ-રેસ્ટોરન્ટમાં જવાને બદલે નજીકની લારીઓ પર ખાવાનું પસંદ કરે છે, પરંતુ તહેવાર તેમજ રજાના દિવસે હોટેલ-રેસ્ટોરન્ટમાં ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને તહેવારોમાં પરિવારજનો અને સગાસંબંધીઓ સાથે હોટેલ-રેસ્ટોરન્ટમાં જઈ ખાવાની મજા માણવામાં આવે છે. ત્યારે કેટલીક વખત હોટેલ દ્વારા પીરસાતી વાનગીઓમાં ન ખાવા લાયક ચીજવસ્તુઓ નીકળતી હોવાની ઘટનાઓ સામે આવી છે.
જોકે સ્થાનિકો તેમના પસંદગીના હોટેલ-રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરે છે, પરંતુ હાઈવે પરથી પસાર થતા લોકો ખાવા માટે હાઈવે પર આવેલી કોઈપણ હોટેલ-રેસ્ટોરન્ટમાં જતા હોય છે. ત્યારે કેટલાક હોટેલ-રેસ્ટોરન્ટ દ્વારા અસુરક્ષિત ખાદ્ય જથ્થો રાખવામાં આવે છે તેમજ તૈયાર ફૂડ પેકેટ્સનો એક્સપાયર થયા બાદ પણ ઉપયોગ કરવામાં આવતો હોવાની બાબતો સામે આવે છે. હાઈવે પરથી પસાર થતા લોકોને કઈ હોટેલમાં સારું અને ફ્રેશ જમવાનું મળે તેની જાણકારી ન હોવાથી નજીક દેખાતી હોટેલ-રેસ્ટોરન્ટમાં જમવા જાય છે.
કેટલીક હોટેલ-રેસ્ટોરન્ટના રસોડાના દરવાજા ઉપર “પહેલા રસોડું જુઓ અને પછી જમવા બેસો” તેવું લખાણ લખવામાં આવ્યું છે, પરંતુ હકીકતમાં ગ્રાહકો રસોડું જોવા જતા નથી. આ બાબત હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકો અને મેનેજરોને પણ ખબર હોય છે.
હાલમાં જ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાન, કરિયાણાની દુકાન સહિત ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યાં ચકાસણી દરમિયાન અસુરક્ષિત ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ કેટલાક ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ ચકાસણી દરમિયાન મળી આવેલી અસુરક્ષિત ખાદ્ય ચીજવસ્તુઓને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
થોડા દિવસો અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાહકોને રસોડાની સ્વચ્છતા અને ખોરાકની તૈયારીનો સીધો ખ્યાલ આવે તે માટે હોટેલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણી અને ફૂડ ઓપરેટરોને તેમના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી તેનો લાઈવ વિડીયો દર્શાવતી સ્ક્રીન ડાઈનિંગ એરિયા અથવા રિસેપ્શન નજીક લગાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ સ્વચ્છતા ભંગ બદલ સીલ કરવાની અથવા લાઈસન્સ રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે એ.એમ.સી.ની જેમ નવસારી મહાનગરપાલિકા પણ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આવો નિર્ણય લે તે જરૂરી હોવાનું જણાવાયું છે.
નવસારી મહાનગરપાલિકામાં હાલમાં જ ચૂંટાયેલા કોર્પોરેટરોએ ચાર્જ લીધો છે તેમજ અધિકારીઓ મહાનગરપાલિકાની કામગીરીની રીત સમજી રહ્યા છે. મનપાના ઉચ્ચ અધિકારીઓ લોકોના સ્વાસ્થ્યની જાળવણી અંગે વિચારણા કરી યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર મનપા વિસ્તારની બહાર આવેલી હોટેલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણી અને ફૂડ ઓપરેટરો માટે પણ માર્ગદર્શન આપી કાર્યવાહી કરવા આદેશ આપે તો આ નિર્ણય શહેર સહિત સમગ્ર જિલ્લા માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અગત્યનું પગલું સાબિત થઈ શકે છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં રિક્ષાના નવા ભાડાપત્રકનો કડકાઈથી અમલ કરવા રીક્ષા ચાલકોને સૂચના
મુસાફરો સાથે વિવાદ ટાળવા અને નિયમભંગ કરનાર ચાલકો સામે કડક પગલાંની એસોસિએશનની ચીમકી નવસારી: નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓ માટે એસોસિએશન દ્વારા નવું ભાડાપત્રક જાહેર કરી આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે. ત્યારે રીક્ષા ચાલકોએ નિર્ધારિત ભાડાની રકમ જ વસૂલવા તેમજ મુસાફરો સાથે વિવાદ ટાળવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ રીક્ષા…
Read moreચીખલી તાલુકામાં ને.હા.48 પર રો-ની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ
સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરાઈ નવસારી : સુપ્રીમ કોર્ટ દ્વારા સુઆ મોટો પિટિશનમાં ગત 13મી એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી…
Read moreબીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર ટ્રાન્સફર કરી લીધા
મોબાઈલનો એક્સેસ મેળવી ખાતામાંથી રૂ. 20 હજાર ઉપાડી લીધા, બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નવસારી : બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હોવાનો બનાવ બીલીમોરા પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ ગણદેવીના ભાટ ગામે કુવા ફળીયામાં અને હાલ બીલીમોરા સોમનાથ મંદિર પાસે દેસરા રાવલનગરમાં…
Read moreલોન મંજુર કરાવવાના બહાને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડને છેતર્યો
80 લાખની લોન અપાવવાની વાત કરી અલગ-અલગ ચાર્જીસના નામે કુલ રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા નવસારી : લોન મંજુર કરાવવાના બહાને અજાણ્યા ઇસમે 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડ સાથે છેતરપીંડી આચરી હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી પિંજારા મહોલ્લા તંબોલી સ્ટ્રીટ પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા હબીબભાઈ હાસીમભાઈ ગોધરાવાલા (ઉ.વ.…
Read more




