નવસારીમાં રિક્ષાના નવા ભાડાપત્રકનો કડકાઈથી અમલ કરવા રીક્ષા ચાલકોને સૂચના
નવસારીમાં રિક્ષાના નવા ભાડાપત્રકનો કડકાઈથી અમલ કરવા રીક્ષા ચાલકોને સૂચના
મુસાફરો સાથે વિવાદ ટાળવા અને નિયમભંગ કરનાર ચાલકો સામે કડક પગલાંની એસોસિએશનની ચીમકી
નવસારી: નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓ માટે એસોસિએશન દ્વારા નવું ભાડાપત્રક જાહેર કરી આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે. ત્યારે રીક્ષા ચાલકોએ નિર્ધારિત ભાડાની રકમ જ વસૂલવા તેમજ મુસાફરો સાથે વિવાદ ટાળવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ રીક્ષા ચાલક નિયમભંગ કરશે તો તેની સામે કડક પગલાં ભરવાની ચીમકી રીક્ષા એસોસિએશન દ્વારા ઉચ્ચારાઈ છે.
સીએનજી ગેસના વધેલા ભાવ તેમજ રીક્ષા રીપેરીંગ અને રીક્ષા પાર્ટ્સમાં થયેલા ભાવવધારાને કારણે રીક્ષા ચાલકોને આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો હતો. જેથી મોંઘવારીના મારથી બચવા માટે નવસારી રીક્ષા એસોસિએશન દ્વારા રેગ્યુલર ભાડાના દરમાં 5 રૂપિયાનો વધારો કરી નવું ભાડાપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ નવા ભાડા મુજબ જ રીક્ષા ચાલકોએ મુસાફરો પાસેથી ભાડું વસૂલવા માટે આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ ક્યારેક ભાડાના મુદ્દે રીક્ષા ચાલકો અને મુસાફરો વચ્ચે રકઝક થતી હોય છે. જેથી રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા ચાલકોને મુસાફરો સાથે કોઈપણ પ્રકારની જીભાજોડી કે તકરાર ન કરવા તાકીદ કરવામાં આવી છે. તેમજ મુસાફરોને મોંઘવારી અને ગેસના ભાવવધારાની વાસ્તવિકતા શાંતિપૂર્વક સમજાવીને સહકાર મેળવવાનો રહેશે.
આ ઉપરાંત કોઈ રીક્ષા ચાલક ભાડું ઓછું લઈ મુસાફરોને બેસાડે અને નક્કી કરેલા ભાડાના દરને તોડવાનો પ્રયાસ કરે તો પહેલા તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ જો કોઈ રીક્ષા ચાલક માથાકૂટ કરશે અથવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેનો વાહન નંબર તાત્કાલિક એસોસિએશનને સોંપવાનો રહેશે. ત્યારબાદ નિયમભંગ કરનાર રીક્ષા ચાલક સામે રીક્ષા એસોસિએશન દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીના તમામ હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં કેમેરા લગાવી લાઈવ વિડીયો દર્શાવતી સ્ક્રીન ગ્રાહકોને બતાવવા જરૂરી
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જેમ નવસારી મ્યુ. કોર્પોરેશન સહિત જિલ્લા તંત્ર પણ પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ણય લેશે ખરા? નવસારી : નવસારી જિલ્લામાં ઘણી હોટેલ-રેસ્ટોરન્ટો આવેલી છે, જ્યાં રોજ હજારો લોકો તેમના પરિવારજનો સાથે ખાવા માટે જાય છે. સામાન્ય દિવસોમાં કેટલાક લોકો મોટી હોટેલ-રેસ્ટોરન્ટમાં જવાને બદલે નજીકની લારીઓ પર ખાવાનું પસંદ કરે છે, પરંતુ…
Read moreચીખલી તાલુકામાં ને.હા.48 પર રો-ની નિયંત્રણ રેખા અંતર્ગત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ
સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરાઈ નવસારી : સુપ્રીમ કોર્ટ દ્વારા સુઆ મોટો પિટિશનમાં ગત 13મી એપ્રિલ 2025ના રોજ આપવામાં આવેલા આદેશના અનુસંધાને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રાઈટ ઓફ વે મુજબ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ અન્ય વાણિજ્યિક પ્રવૃત્તિ કરતા એકમોને દૂર કરવાની કાર્યવાહી…
Read moreબીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર ટ્રાન્સફર કરી લીધા
મોબાઈલનો એક્સેસ મેળવી ખાતામાંથી રૂ. 20 હજાર ઉપાડી લીધા, બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નવસારી : બીલીમોરામાં યુવાનને અજાણી એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હોવાનો બનાવ બીલીમોરા પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ ગણદેવીના ભાટ ગામે કુવા ફળીયામાં અને હાલ બીલીમોરા સોમનાથ મંદિર પાસે દેસરા રાવલનગરમાં…
Read moreલોન મંજુર કરાવવાના બહાને 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડને છેતર્યો
80 લાખની લોન અપાવવાની વાત કરી અલગ-અલગ ચાર્જીસના નામે કુલ રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા નવસારી : લોન મંજુર કરાવવાના બહાને અજાણ્યા ઇસમે 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી નવસારીના આધેડ સાથે છેતરપીંડી આચરી હોવાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી પિંજારા મહોલ્લા તંબોલી સ્ટ્રીટ પંચમુખી એપાર્ટમેન્ટમાં રહેતા હબીબભાઈ હાસીમભાઈ ગોધરાવાલા (ઉ.વ.…
Read more




