તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ચીખલી APMCની 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 98.09 ટકા રેકોર્ડબ્રેક મતદાન

ચીખલી APMCની 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 98.09 ટકા રેકોર્ડબ્રેક મતદાન

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
367માંથી 360 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો; 20 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ, આજે મતગણતરી બાદ પરિણામ સ્પષ્ટ થશે નવસારી : ચીખલી ખેતી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં કુલ 14 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારી વિભાગની 4 બેઠકો માટે ફોર્મ ખેંચવાના દિવસે જ સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે…

367માંથી 360 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો; 20 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ, આજે મતગણતરી બાદ પરિણામ સ્પષ્ટ થશે

નવસારી : ચીખલી ખેતી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં કુલ 14 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારી વિભાગની 4 બેઠકો માટે ફોર્મ ખેંચવાના દિવસે જ સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે સહકાર પેનલે ચાર બેઠકો પર કબ્જો જમાવી મજબૂત શરૂઆત કરી હતી.

બાકી રહેલી ખેડૂત વિભાગની 10 બેઠકો માટે બુધવારે મતદાન યોજાયું હતું. કુલ 367 નોંધાયેલા મતદારોમાંથી 360 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં 98.09 ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું હતું.

સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થતાં 20 ઉમેદવારોનું રાજકીય ભાવી મતપેટીમાં સીલ થઈ ગયું હતું.

વિક્રમી મતદાનને કારણે ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. બંને પક્ષોના ઉમેદવારો પોતાના સંપૂર્ણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, 10 બેઠકો માટેની મતગણતરી બાદ જ કઈ પેનલને બહુમતી મળે છે તે સ્પષ્ટ થશે.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ

ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત

સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો