તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ચીખલીના તલાવચોરા રોડ પર ફરી દબાણો, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

ચીખલીના તલાવચોરા રોડ પર ફરી દબાણો, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

South Republic DeskMonday, 28 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લોકાર્પણ પહેલાં હટાવેલી લારીઓ અઠવાડિયામાં ફરી ગોઠવાઈ; દબાણો સામે સમાન નીતિ અને નાના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ચીખલીના તલાવચોરા રોડ પર ફળ-શાકભાજીની લારીઓ અને ગલ્લાઓ ફરી ગોઠવાઈ જતાં વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. થોડા દિવસ પહેલાં દબાણો હટાવાયા બાદ ફરી લારી-ગલ્લા ગોઠવાતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. ચીખલીમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના…

સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લોકાર્પણ પહેલાં હટાવેલી લારીઓ અઠવાડિયામાં ફરી ગોઠવાઈ; દબાણો સામે સમાન નીતિ અને નાના વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

ચીખલીના તલાવચોરા રોડ પર ફળ-શાકભાજીની લારીઓ અને ગલ્લાઓ ફરી ગોઠવાઈ જતાં વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. થોડા દિવસ પહેલાં દબાણો હટાવાયા બાદ ફરી લારી-ગલ્લા ગોઠવાતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.

ચીખલીમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમ પહેલાં માર્ગ મકાન વિભાગે હાઇવે ચાર રસ્તા, ડેપો સર્કલથી બગલાદેવ સર્કલ તેમજ ડેપો સર્કલથી તલાવચોરા રોડ પરથી લારી-ગલ્લા હટાવ્યા હતા. જોકે કાર્યક્રમ પૂર્ણ થયાના અઠવાડિયામાં જ તલાવચોરા રોડ પર માર્ગ મકાન વિભાગની કચેરી નજીક અને કુમાર-કન્યા શાળા પાસે ફળ-શાકભાજીની લારીઓ ફરી ગોઠવાઈ ગઈ છે.

આ લારીઓને કારણે વાહનોની અવરજવરમાં અડચણ ઊભી થતી હોવાની ફરિયાદો વાહનચાલકો કરી રહ્યા છે. હાઇવે ચાર રસ્તાથી બગલાદેવ સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગ પર પણ કેટલીક ફળની લારીઓ ફરી જોવા મળી રહી છે. બીજી તરફ, ડેપો સર્કલ પાસે રિક્ષા સ્ટેન્ડ પાછળ વર્ષોથી નાના-મોટા ધંધા કરીને રોજગાર મેળવતા કેટલાક લારી-ગલ્લાવાળાઓને પણ હટાવવામાં આવ્યા છે.

ટ્રાફિકને નડતરરૂપ દબાણો ફરી ઊભાં થઈ રહ્યાં છે, જ્યારે નડતરરૂપ ન હોય તેવા લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોએ દબાણો અંગે એકસરખો માપદંડ અને સ્પષ્ટ નીતિ અમલમાં મૂકવાની માંગ કરી છે. સાથે જ મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો સામે નિયમિત કાર્યવાહી કરવા અને નાના વેપારીઓના રોજગારને ધ્યાનમાં રાખીને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ પણ ઊઠી છે.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ

આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ

પાંચ બંગલા વિસ્તારમાં કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવીમાં કેદ; વન વિભાગે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામથી વાઘેચા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન

‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસન…

વધુ વાંચો
નવસારી 1 hr ago

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ

વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ૫૦૦થી વધુ લોકો જોડાયા; અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરાયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંજનકુંડ ખાતે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો