નવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ
નવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ
પાંચ બંગલા વિસ્તારમાં કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવીમાં કેદ; વન વિભાગે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી
નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામથી વાઘેચા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી દીપડા દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને વાંસદા, ચીખલી અને નવસારી તાલુકાનાં ગામોમાં રહેણાંક વિસ્તારોમાં દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે ખોરાકની શોધમાં દીપડા આવતા હોવાથી ખેડૂતો પણ ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે.
પેરા ગામના પાંચ બંગલા વિસ્તારમાં કેટલાક પરિવારો રહે છે. ગત મોડી રાત્રે અચાનક કૂતરાઓના ભસવાના અને દોડવાના અવાજો સંભળાતાં નજીકના એક પરિવારના સભ્યો જાગી ગયા હતા. તેમણે બહાર નીકળીને તપાસ કરી હતી, પરંતુ કોઈ નજરે પડ્યું ન હતું.
ત્યારબાદ ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં દીપડો કૂતરાઓ પાછળ દોડતો દેખાયો હતો. આ દૃશ્યો જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા. દીપડો બાદમાં નજીકના શેરડી સહિતના પાકવાળા ખેતરમાં જતો રહ્યો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. દીપડાની અવરજવરના સંભવિત માર્ગોને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ
આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…
વધુ વાંચોનવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન
‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસન…
વધુ વાંચોસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ
વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ૫૦૦થી વધુ લોકો જોડાયા; અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરાયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંજનકુંડ ખાતે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા…
વધુ વાંચોવાંસદાના ઉમરકુઈમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશજીને ભાવભીની વિદાય
વાજતે-ગાજતે વિસર્જન શોભાયાત્રા નીકળી; ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના વાઘમાર્યા ફળિયામાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાપિત ગણપતિ બાપ્પાને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિસર્જન પ્રસંગે સાઈ સરકાર ડીજેના તાલે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ગણેશ મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાની…
વધુ વાંચો




