સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ
વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ૫૦૦થી વધુ લોકો જોડાયા; અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરાયો
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંજનકુંડ ખાતે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન અને જિલ્લાના પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવાના સંદેશ સાથે યોજાયેલા અભિયાનમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિત ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, વનકર્મીઓ, ગ્રામજનો અને કોલેજના વિદ્યાર્થીઓ મળી ૫૦૦થી વધુ લોકો જોડાયા હતા. સૌએ અંજનકુંડથી ધોધ સુધીના આશરે ૧.૫ કિ.મી. વિસ્તારમાં સફાઈ હાથ ધરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે સમગ્ર જિલ્લાને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી. તેમણે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને પોતાની આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે જણાવ્યું હતું કે, વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે અંજનકુંડને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન દરમિયાન પ્લાસ્ટિકની બોટલો, રેપર્સ અને ખાદ્યપદાર્થોનો કચરો એકત્રિત કરાયો હતો. તેમણે ડાંગની પ્રાકૃતિક સુંદરતા અને પવિત્રતા જાળવવી સૌની સહિયારી જવાબદારી હોવાનું જણાવી પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક કે ગંદકી ન ફેલાવવા અપીલ કરી હતી.
દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક નીરજકુમારે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને સ્વચ્છ બનાવવા અને પ્રવાસીઓ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા ભાર મૂક્યો હતો. અભિયાન માટે બિરસા મુંડા, શહીદ ભગતસિંહ, મંગલ પાંડે, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ચંદ્રશેખર આઝાદનાં નામે કુલ આઠ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ અંજનકુંડ, નદી અને ધોધ વિસ્તારમાંથી કચરો એકત્રિત કર્યો હતો.
પર્યટન સ્થળોની સ્વચ્છતા જાળવવી વહીવટી તંત્રની સાથે દરેક નાગરિક અને સહેલાણીની પણ નૈતિક જવાબદારી હોવાનું સમજાવવામાં આવ્યું હતું. ‘સ્વચ્છ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ના સંદેશ સાથે પ્રવાસન સ્થળોને સ્વચ્છ અને રમણીય રાખવા સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર આયોજન અને સંકલનની કામગીરી નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. તબિયાર તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે સંભાળી હતી. ટ્રાફિક વ્યવસ્થાપન નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. સફાઈનાં સાધનો તથા એકત્રિત ઘન કચરાના યોગ્ય નિકાલ માટે વાહનની વ્યવસ્થા આહવા તાલુકા વિકાસ અધિકારી, લિંગા ગામના સરપંચ અને તલાટી દ્વારા કરવામાં આવી હતી. સ્થળ પર પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરાઈ હતી.
અભિયાનમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીણા, આહવા પ્રાંત અધિકારી યુ.વી. પટેલ, સુબીર અને વઘઈ તાલુકાના મામલતદારો, લિંગાના રાજવી છત્રસિંહ ભવરસિંહ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ–આહવાના આચાર્ય, અધ્યાપકો, એન.એસ.એસ. અને એન.સી.સી. કેડેટ્સ, વિદ્યાર્થીઓ તથા સફાઈકર્મીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
સંબંધિત સમાચાર
ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ
આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…
વધુ વાંચોનવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ
પાંચ બંગલા વિસ્તારમાં કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવીમાં કેદ; વન વિભાગે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામથી વાઘેચા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી…
વધુ વાંચોનવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન
‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસન…
વધુ વાંચોવાંસદાના ઉમરકુઈમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશજીને ભાવભીની વિદાય
વાજતે-ગાજતે વિસર્જન શોભાયાત્રા નીકળી; ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના વાઘમાર્યા ફળિયામાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાપિત ગણપતિ બાપ્પાને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિસર્જન પ્રસંગે સાઈ સરકાર ડીજેના તાલે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ગણેશ મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાની…
વધુ વાંચો




