તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન

નવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન

South Republic DeskMonday, 28 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસન…

‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ

નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રવાસન સ્થળોએ આવેલા સામુદાયિક સ્વચ્છતા સંકુલોની સફાઈ સાથે સ્વચ્છતા જાળવણી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળનાં સ્થળો અને મુખ્ય ઐતિહાસિક સ્મારકો ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ના સંદેશાઓ દ્વારા મુલાકાતીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અભિયાન દરમિયાન પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તથા કચરો યોગ્ય સ્થળે જ નાખવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જવાબદાર પ્રવાસન અને જવાબદાર નાગરિક વર્તન અંગે પણ વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને સુંદરતા જાળવવામાં પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોની સક્રિય ભાગીદારી વધે તે માટે વિવિધ જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જિલ્લાના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને સ્વચ્છ રાખવા અને ‘સ્વચ્છ નવસારી, સુંદર નવસારી’નો સંકલ્પ સાકાર કરવા નાગરિકો, પ્રવાસીઓ તથા સંબંધિત સંસ્થાઓને અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ

આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ

પાંચ બંગલા વિસ્તારમાં કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવીમાં કેદ; વન વિભાગે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામથી વાઘેચા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી…

વધુ વાંચો
નવસારી 2 hr ago

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ

વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ૫૦૦થી વધુ લોકો જોડાયા; અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરાયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંજનકુંડ ખાતે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા…

વધુ વાંચો
નવસારી 2 hr ago

વાંસદાના ઉમરકુઈમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશજીને ભાવભીની વિદાય

વાજતે-ગાજતે વિસર્જન શોભાયાત્રા નીકળી; ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના વાઘમાર્યા ફળિયામાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાપિત ગણપતિ બાપ્પાને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિસર્જન પ્રસંગે સાઈ સરકાર ડીજેના તાલે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ગણેશ મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાની…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો