તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

“ધારાસભ્યની લાલચમાં નવસારીની પ્રજાનો વિકાસ કેમ અટકાવી રહ્યા છો?” — પ્રભાબેન વલસાડીયાનો મેયરને સવાલ

“ધારાસભ્યની લાલચમાં નવસારીની પ્રજાનો વિકાસ કેમ અટકાવી રહ્યા છો?” — પ્રભાબેન વલસાડીયાનો મેયરને સવાલ

South Republic DeskWednesday, 30 September 2026 1 મિનિટ વાંચન · 55 min ago 0
નવસારી મનપાના વોર્ડ નં. ૪નાં કોંગ્રેસ કોર્પોરેટરે ડીમોલેશનની કામગીરી મંદ પડવા અંગે મેયરને પત્ર પાઠવ્યો; પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો નવસારી : નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧૩ વોર્ડ પૈકી વોર્ડ નં. ૪માંથી પ્રભાબેન વલસાડીયા અને પ્રકાશભાઈ કાંતિભાઈ હળપતિ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે વોર્ડ નં. ૪ના અન્ય બે ઉમેદવારો સહિત તમામ…

નવસારી મનપાના વોર્ડ નં. ૪નાં કોંગ્રેસ કોર્પોરેટરે ડીમોલેશનની કામગીરી મંદ પડવા અંગે મેયરને પત્ર પાઠવ્યો; પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો

નવસારી : નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧૩ વોર્ડ પૈકી વોર્ડ નં. ૪માંથી પ્રભાબેન વલસાડીયા અને પ્રકાશભાઈ કાંતિભાઈ હળપતિ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે વોર્ડ નં. ૪ના અન્ય બે ઉમેદવારો સહિત તમામ વોર્ડમાંથી ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ વોર્ડ નં. ૨ના અશોકભાઈ ધોરાજીયા નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા હતા.

મહાનગરપાલિકાની રચના બાદ અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ટી.પી. રસ્તાઓ પરનાં દબાણો દૂર કરવા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, થોડા સમયથી આ કામગીરી મંદ પડી હોવાના મુદ્દે વોર્ડ નં. ૪નાં કોર્પોરેટર પ્રભાબેન વલસાડીયાએ મેયરને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં પ્રભાબેને જણાવ્યું હતું કે, શહેરમાં મેયર અશોકભાઈ ધોરાજીયા આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રબળ દાવેદાર હોવાની લોકચર્ચા ચાલી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આગામી ચૂંટણીમાં વોટબેંક જાળવવા માટે ડીમોલેશનની કામગીરી ધીમી પાડીને શહેરનો વિકાસ અવરોધવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, “તમને તમારી પાર્ટી ધારાસભ્યની ટિકિટ આપે અને તમે ચૂંટણી લડો, તેમાં અમને કોઈ વાંધો નથી. પરંતુ ધારાસભ્યની લાલચમાં નવસારીની પ્રજાનો વિકાસ તમે કેમ અટકાવી રહ્યા છો?”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરની પ્રજાએ મેયરને પ્રથમ નાગરિક તરીકે સ્થાન આપ્યું છે અને તેમના પર પૂરો ભરોસો રાખ્યો છે. તેથી પ્રજાનાં અધૂરાં કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને તેમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ.

આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં નવસારીનો રાજકીય માહોલ ગરમાયો હતો.

સંબંધિત સમાચાર

નવસારી 29 min ago

નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી

૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર…

વધુ વાંચો
નવસારી 33 min ago

નવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ

ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…

વધુ વાંચો
નવસારી 39 min ago

નવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…

વધુ વાંચો
નવસારી 41 min ago

વાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ

સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો