વાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ
વાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ
સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ
વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી ભાવેશભાઈ ચીમનભાઈ પાડવીએ વાંસદા મામલતદાર તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે ગુનો નોંધવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદ મુજબ, અંકલાછ ગામે ખાતા નં. ૨૫ હેઠળ બ્લોક સર્વે નં. ૭૦૧ની સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. તેની બાજુમાં બ્લોક નં. ૭૧૫ની સરકારી શીરપડતર જમીન આવેલી છે. તા. ૨૪ સપ્ટેમ્બરે બંને જમીનમાંથી કુલ ત્રણ ખેરનાં વૃક્ષો કાપવામાં આવ્યાં હોવાનો આક્ષેપ છે. તેમાં બે વૃક્ષો સંયુક્ત માલિકીની જમીનમાંથી અને એક વૃક્ષ શીરપડતર જમીનમાંથી કાપવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં જપેશભાઈ માલજીભાઈ દેશમુખના કહેવાથી પ્રકાશભાઈ મગનભાઈ ચૌધરી, અરવિંદભાઈ જગુભાઈ ખોટરીયા તથા જયુનાભાઈ બળવંતભાઈ પવાર દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કરાયો છે. મોટા કદનાં ખેરનાં લાકડાં વેચી નાખવામાં આવ્યાં હોવાનું અને ઘટનાસ્થળે હાલ માત્ર જલાઉ લાકડું પડેલું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે ગામમાં પંચ બેસાડવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદીના જણાવ્યા મુજબ, જપેશભાઈ દેશમુખ સિવાય અન્ય તમામ લોકો હાજર રહ્યા હતા. તેમની ગેરહાજરીને કારણે પંચમાં કોઈ નિર્ણય થઈ શક્યો ન હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.
ફરિયાદીએ સ્થળ તપાસ કરીને વૃક્ષો કાપવાની હકીકત ચકાસવા, જવાબદારો સામે વન કાયદા તથા અન્ય લાગુ પડતી જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અને થયેલા નુકસાનનું વળતર અપાવવાની માંગ કરી છે.
સંબંધિત સમાચાર
નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી
૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર…
વધુ વાંચોનવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ
ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…
વધુ વાંચોનવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…
વધુ વાંચોનવસારીમાં લક્ઝરી કારની ટક્કરે લારીચાલકના મોતના કેસમાં આરોપી યુવક જ્યુડિશિયલ કસ્ટડીમાં
નશાની હાલતમાં કાર ચલાવ્યાનો આરોપ; શિવાંગ પટેલ સામે અગાઉ વિજલપોર, નવસારી ટાઉન અને જલાલપોર પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું નવસારી : ગાંધીસ્મૃતિ ઓવરબ્રિજથી એરૂ ચાર રસ્તા તરફના માર્ગ પર લક્ઝરી કારની ટક્કરે લારીચાલક આધેડના મોતના કેસમાં ઝડપાયેલા આરોપી શિવાંગ ભરતભાઈ પટેલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આરોપી સામે અગાઉ પણ…
વધુ વાંચો




