તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

નવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

South Republic DeskWednesday, 30 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…

કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા

નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી તમામ ચૂંટણીઓની સમીક્ષા કરવા તથા બંગાળ અને બિહારમાં ફરીથી ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી હતી.

પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જ્ઞાનેશકુમારના ફોટાનું દહન કર્યું હતું. ત્યારબાદ ચક્કાજામ કરતાં સ્થાનિક પોલીસે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.

કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ, કોર્પોરેટર પ્રભાબેન વલસાડીયા, યુથ કોંગ્રેસ પ્રમુખ આદિલ શાહ, મનીષ બારોટ તથા વરિષ્ઠ આગેવાનો એ.ડી. પટેલ અને વિરેન્દ્રભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી

૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ

ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…

વધુ વાંચો
નવસારી 1 hr ago

વાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ

સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં લક્ઝરી કારની ટક્કરે લારીચાલકના મોતના કેસમાં આરોપી યુવક જ્યુડિશિયલ કસ્ટડીમાં

નશાની હાલતમાં કાર ચલાવ્યાનો આરોપ; શિવાંગ પટેલ સામે અગાઉ વિજલપોર, નવસારી ટાઉન અને જલાલપોર પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું નવસારી : ગાંધીસ્મૃતિ ઓવરબ્રિજથી એરૂ ચાર રસ્તા તરફના માર્ગ પર લક્ઝરી કારની ટક્કરે લારીચાલક આધેડના મોતના કેસમાં ઝડપાયેલા આરોપી શિવાંગ ભરતભાઈ પટેલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આરોપી સામે અગાઉ પણ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો