નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી
નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી
૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી
નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર નક્કી કરવાની તૈયારીને પગલે શહેરીજનો પર વધુ આર્થિક બોજ પડવા અંગે નારાજગી વ્યક્ત થઈ રહી છે.
શહેરના ચાંદની ચોક ખાતે આવેલો અજગરવાળો બગીચો નાના બાળકોના રમવા માટે જાણીતો હતો. મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે આ બગીચાને ગ્લો ગાર્ડન તરીકે વિકસાવ્યો છે. તેમાં લાઇટવાળાં કાર્ટુન પાત્રો તથા વિવિધ પ્રાણીઓનાં પૂતળાં મૂકવામાં આવ્યાં છે. હાલ આ ગાર્ડન શહેરીજનો માટે ખુલ્લો છે અને સાંજથી રાત્રિ દરમિયાન લોકો પોતાનાં બાળકોને અહીં ફરવા લઈ આવે છે.
બીજી તરફ, ટાટા હોલ પાસે આવેલા તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટન બનાવવામાં આવ્યું છે. અહીં સંગીતના તાલે પાણીના ફુવારાનો શો બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અગાઉ આ તળાવનો વિસ્તાર શહેરીજનોને ચાલવા, ફરવા અને બેસવા માટે ખુલ્લો હતો. મ્યુઝિકલ ફાઉન્ટન બનાવ્યા બાદ તળાવની આસપાસ બહારથી ન દેખાય તેવી આડશ ઊભી કરવામાં આવી હતી. શરૂઆતમાં શો યોજાયા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી શો બંધ હોવાનું જણાવાયું છે.
મહાનગરપાલિકામાં કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા બાદ શહેરનાં વિકાસકામોની ચર્ચા અને મંજૂરી માટે યોજાનારી સામાન્ય સભામાં ગ્લો ગાર્ડન તથા મ્યુઝિકલ ફાઉન્ટનની પ્રવેશ ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે.
જાહેર નાણાંમાંથી કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવાયેલી આ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે હવે નાગરિકોએ ફી ચૂકવવી પડે તે અંગે સવાલ ઊઠ્યા છે. અજગરવાળા બગીચામાં બાળકો માટે નવા અને સારા રમતગમતનાં સાધનો મૂકવાને બદલે તેને મુખ્યત્વે જોવાલાયક ગ્લો ગાર્ડનમાં ફેરવવામાં આવ્યો હોવા અંગે પણ નારાજગી વ્યક્ત થઈ રહી છે.
શહેરીજનોના મનોરંજન માટે બનાવવામાં આવેલા મ્યુઝિકલ ફાઉન્ટનનો શો જોવા પણ પૈસા ચૂકવવા પડે તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સામાન્ય સભામાં મેયર, ચેરમેનો અને કોર્પોરેટરો પ્રવેશ ફી તથા ટિકિટના દર અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ
ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…
વધુ વાંચોનવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…
વધુ વાંચોવાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ
સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી…
વધુ વાંચોનવસારીમાં લક્ઝરી કારની ટક્કરે લારીચાલકના મોતના કેસમાં આરોપી યુવક જ્યુડિશિયલ કસ્ટડીમાં
નશાની હાલતમાં કાર ચલાવ્યાનો આરોપ; શિવાંગ પટેલ સામે અગાઉ વિજલપોર, નવસારી ટાઉન અને જલાલપોર પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું નવસારી : ગાંધીસ્મૃતિ ઓવરબ્રિજથી એરૂ ચાર રસ્તા તરફના માર્ગ પર લક્ઝરી કારની ટક્કરે લારીચાલક આધેડના મોતના કેસમાં ઝડપાયેલા આરોપી શિવાંગ ભરતભાઈ પટેલને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. આરોપી સામે અગાઉ પણ…
વધુ વાંચો




