દશામાની મૂર્તિનું વિસર્જન કરતી થાલા ગામની મહિલા ગણદેવીની અંબિકા નદીમાં પડી
Woman from Thala village falls into Ambika river at Gandevi during Dashama idol immersion, rescued by local swimmers
સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડી
બીલીમોરા : ગણદેવીની અંબિકા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલી થાલા ગામની મહિલા નદીમાં પડી જતાં પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જોકે, ત્યાં હાજર સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બચાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં 10 દિવસ અગાઉ માતાજીના ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે દશામાની પ્રતિમાની સ્થાપના કરી હતી. આ 10 દિવસ દરમિયાન ભક્તોએ માતાજીની પૂજા-અર્ચના કરી હતી. સાથે જ રાત્રિ દરમિયાન ગરબાનું આયોજન થતાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો.
10 દિવસ પૂર્ણ થતાં ભક્તો ગત મોડી રાતથી જ માતાજીની મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરવા નીકળ્યા હતા. દશામાની મૂર્તિઓના વિસર્જન દરમિયાન સ્થાનિક તરવૈયાઓ હાજર રહી ભક્તોને મૂર્તિ વિસર્જનમાં મદદ કરી રહ્યા હતા. દરમિયાન ગણદેવી ખાતે મૂર્તિ વિસર્જન વખતે આ ઘટના સર્જાઈ હતી.
ચીખલી તાલુકાનાં કેટલાંક ગામોના ભક્તો માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ગણદેવીની અંબિકા નદી ખાતે આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી માતાજીની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું હતું. તે દરમિયાન વહેલી સવારે ચીખલી તાલુકાના થાલા ગામમાં રહેતાં રમીલાબેન હળપતિ માતાજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યાં હતાં.
મૂર્તિ વિસર્જન દરમિયાન અચાનક પગ લપસી જતાં રમીલાબેન નદીમાં પડી ગયાં હતાં. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ પાણીના પ્રવાહ સાથે તણાવા લાગ્યાં હતાં. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ બચાવો-બચાવોની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.
તે સમયે હાજર સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં ઝંપલાવી રમીલાબેનને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ તરવૈયાઓએ રમીલાબેનને પકડીને પાણીના ધસમસતા પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી નદીકિનારે પહોંચાડ્યાં હતાં.
ઘટનાને પગલે હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાં રમીલાબેનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે ગણદેવી પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મૂર્તિ વિસર્જન સમયે નદીમાં ઊતરતાં સાવચેતી રાખવી જરૂરી છે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




