તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ગણદેવી તાલુકાની પ્રાથમિક વિદ્યામંદિર દેવસર-2 શાળા પ્લાસ્ટિક મુક્ત બનવા તરફ એક પ્રયાસ

Devsar-2 primary school in Gandevi moves towards becoming plastic free

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત ગુજરાતની શાળાઓએ કુલ આઠ લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર કર્યો, જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં લેવાઈ.

બીલીમોરા : અમદાવાદના ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર ઈન્દ્રશીલ શાંતિવન ખાતે રવિવારના રોજ પાંચમો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

3200 શાળા | 2 લાખ બાળકો | 125 વધુ શાળા | 8 લાખ ઈકો-બ્રિક્સ બોટલ

આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની 3200 શાળાના બે લાખ બાળકો દ્વારા 6 લાખ વેસ્ટ બોટલ અને ત્યારબાદ વધુ 125 શાળાના 30,000 વિદ્યાર્થીઓ દ્વારા બે લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ આઠ લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કરવામાં આવી છે.

આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ ગાંધીનગરના બાળ અધિકાર આયોગના સચિવ દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી, વડ વાવો અભિયાનના પ્રણેતા રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર દવે સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન માત્ર ઈકો-બ્રિક્સ પૂરતું સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક વિદ્યામંદિર દેવસર-2 શાળામાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ અને પ્લાસ્ટિકના પડીકાના બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ખવડાવે છે. સારી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વાલીઓ બાળકોને આપવા માટે સ્ટેશનરી કીટ લાવી આપે છે.

શાળામાં અભ્યાસ કરતા બાળકો જ નહીં પરંતુ તેમના વાલીઓ પણ પોતાના બાળકોના જન્મદિન પ્રસંગે શાળાના બાળકોને સ્ટેશનરી કીટ આપે છે. આમ બાળકોના વાલીઓની સાથે ગ્રામજનો પણ પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે.

સાથે જ વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા બાંધવા, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.

આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાના શિક્ષિકા દક્ષાબેન આઈ. પટેલને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા “પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવો”નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો