ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ
ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ
નવસારી : ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવાની માંગ સાથે નવસારી એબીવીપીએ નવસારી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવસારી અધિક કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ તથા અન્ય માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા એસસી-એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે.
પરંતુ રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થતી રજૂઆતો મુજબ અનેક પાત્ર વિદ્યાર્થીઓની શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી એમવાયએસવાય, સીએમએસએસ વગેરે, આદિજાતિ વિભાગમાંથી મળતી પ્રિ-મેટ્રિક તેમજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તથા સમાજ કલ્યાણ વિભાગમાંથી મળતી વિવિધ શિષ્યવૃત્તિની રકમ સમયસર તેમના બેંક ખાતામાં જમા થતી નથી.
કેટલાક વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ, વેરિફિકેશન, સેન્કશન અથવા પેમેન્ટ સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના કેસમાં બેંક, ડીબીટી, આધાર/એનપીસીઆઈ, ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન અથવા અન્ય ટેકનિકલ અને વહીવટી કારણોસર ચુકવણી અટકેલી હોવાનું જણાય છે.
આ પરિસ્થિતિને કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો, રહેવા-જમવા તથા અન્ય શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી પડે છે અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પર આર્થિક ભારણ વધે છે.
જેથી ગુજરાત સરકાર દ્વારા વિશેષ કાર્યવાહી કરી બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




