તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો

નવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 2 મિનિટ વાંચન · 45 days ago 0
આગામી રક્ષાબંધનના તહેવાર ટાણે પગાર ન થતા મનપાની કામગીરી સામે આઉટસોર્સિંગ કર્મચારીઓ રોષે ભરાયા

નવસારી : નવસારી મહાનગરપાલિકાના 5 વિભાગમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓએ મનપા કચેરીએ હોબાળો મચાવ્યો હતો. આગામી રક્ષાબંધનના તહેવાર ટાણે પગાર ન થતા આઉટસોર્સિંગ કર્મચારીઓ મનપાની કામગીરી સામે રોષે ભરાયા છે.

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કામગીરી માટે મનપા દ્વારા આઉટસોર્સિંગથી કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. જે આઉટસોર્સિંગ કર્મચારીઓ શહેરને સાફ, સુંદર અને વ્યવસ્થિત રાખવાની કામગીરી કરે છે. પરંતુ શહેરની જાળવણીમાં ભાગ ભજવતા આઉટસોર્સિંગ કર્મચારીઓને જ તેમનું મહેનતાણું મળ્યું નથી.

નવસારી મહાનગરપાલિકાના માઈનોર વિભાગ, વોટર વર્કસ વિભાગ, ગાર્ડન અને એન્જિનિયરિંગ વિભાગ, ડ્રેનેજ-બાંધકામ વિભાગ અને દબાણ હટાવ વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા ત્રણેક મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી.

જેના કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓને તેમના ઘરનું ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આગામી થોડા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ત્રણેક મહિનાથી બાકી પગારમાં કામ કરી રહેલા આઉટસોર્સિંગ કર્મચારીઓ તહેવાર ટાણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા.

જેથી આજે મનપા કચેરીના 5 વિભાગમાં કામ કરતા 30થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓએ નવસારી મહાનગરપાલિકા કચેરીએ જઈ હોબાળો મચાવ્યો હતો. જ્યાં તેઓએ મેયર અને કારોબારી અધ્યક્ષને પગાર મળે તે બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.

આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ નગરસેવક પિયુષ ઢીમ્મરે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જે કર્મચારીઓના ₹17,500 પગાર નક્કી કરાયા હતા તેમને ₹12,000 અને ₹12,500 પગાર નક્કી કરાયેલા કર્મચારીઓને ₹10,000 જ ચૂકવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

મેયર અશોકભાઈ ધોરાજીયાએ આઉટસોર્સિંગ કર્મચારીઓની રજૂઆત સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, એજન્સીઓ સમયસર બિલ રજૂ ન કરે તેમાં પાલિકાનો વાંક નથી. જોકે 2 દિવસમાં તમામ કર્મચારીઓનો બાકી રહેલો પગાર ચૂકવી દેવાશે અને આઉટસોર્સિંગ કર્મચારીઓને દર મહિનાની 10 તારીખ સુધીમાં નિયમિત પગાર મળે તેવી વ્યવસ્થા કરવા માટે કારોબારી અધ્યક્ષને સૂચના આપી હતી.

આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ નવસારી શહેરમાં 2 વખત પૂર જેવી સમસ્યા સર્જાઈ હતી. જે સમયે જિલ્લા તંત્ર અને મનપા તંત્ર સાથે રહી આઉટસોર્સિંગ કર્મચારીઓ દિવસ-રાતની ચિંતા કર્યા વિના લોકસેવામાં જોડાયા હતા.

એટલું જ નહીં, પૂરનાં પાણી ઓસર્યા બાદ આ જ આઉટસોર્સિંગ કર્મચારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ સાફ-સફાઈ કરી શહેરને ફરી સ્વચ્છ અને સુંદર બનાવ્યું હતું.

ત્યારે મનપાના ઉચ્ચ અધિકારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓનો સમયાંતરે પગાર ન ચૂકવે તે અન્યાય થયો હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.

ફોટો ગેલેરી

રજૂઆત કરવા મનપા કચેરીમાં પહોંચેલા આઉટસોર્સિંગ કર્મચારીઓ.
મેયર સમક્ષ બાકી પગાર અંગે ઉગ્ર રજૂઆત કરતા કર્મચારીઓ.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો