તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત 500 પરિવારોને સહાય ચૂકવવા માંગ

Demand to pay relief to 500 families affected by Purna river flood in Navsari

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
પૂર્ણા નદીના ઘોડાપૂરથી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોના આશરે 500 પરિવારોને થયેલા નુકસાન સામે આર્થિક સહાય વહેલી તકે ચૂકવવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

નવસારી : આ વર્ષે ચોમાસાની શરૂઆત જોરદાર રહી હતી. નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. જેના પગલે નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

બીજી તરફ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના પાણીના સ્તરમાં વધારો થયો હતો. જેથી પૂર્ણા નદી આશરે 30 ફૂટ આસપાસ વહી રહી હતી.

આશરે 500 પરિવારોને નુકસાન | પૂર્ણા નદી 30 ફૂટ આસપાસ | સહાય હજુ જમા થઈ નથી

પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. પૂરનાં પાણી વિરાવળ, કાશીવાડી, કમેલા રોડ, દાંડીવાડ, મિથિલાનગરી તેમજ માતા ફળિયા સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાતા મોટું નુકસાન થયું હતું.

આ બાબતે નવસારી મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પ્રભાબેન વલસાડિયા તથા કોર્પોરેટર પ્રકાશભાઈ રાઠોડે અસરગ્રસ્તો સાથે નવસારી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

નવસારી મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પૂરના કારણે લગભગ 500 જેટલા પરિવારોને ઘરવખરી અને માલસામાનનું વ્યાપક નુકસાન થયું છે, પરંતુ હજુ સુધી તેમના બેંક ખાતામાં સરકાર તરફથી મળવાપાત્ર આર્થિક સહાય કે કેશડોલ્સની રકમ જમા થઈ નથી.

ગરીબ અને મધ્યમવર્ગીય અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સહાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.

આ રજૂઆતને પગલે નવસારી મામલતદારે અસરગ્રસ્તોની મુશ્કેલીઓને ધ્યાને લઈ તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી વહેલી તકે સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં આર્થિક સહાય પહોંચાડવાની હૈયાધારણ આપી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો