ગણદેવીના ઘોલાઇ બંદરે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં
ગણદેવીના ઘોલાઇ બંદરે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં
દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 18 જેટલી દુકાનો, શેડ અને અન્ય દબાણો હટાવાયાં; અંદાજે 2 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ
નવસારી : ગણદેવી તાલુકાના ઘોલાઇ બંદર ખાતે સરકારી જમીન પર દુકાનો, બાંધકામો અને શેડ સ્વરૂપે થયેલાં ગેરકાયદેસર દબાણો અંગે ફરિયાદો મળતાં તંત્રએ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગત 24મી સપ્ટેમ્બરથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે દબાણ કરનારાઓએ પોતાનો સામાન અન્ય સ્થળે ખસેડવા સમય માંગતાં તેમને 27મી સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી.
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ઘોલાઇ બંદર ખાતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગસીયા, ગણદેવી મામલતદાર દિપીકા શેઝ, બીલીમોરા સર્કલ ઓફિસર વનરાજસિંહ સોલંકી, ગણદેવી સર્કલ ઓફિસર જીગરભાઈ જોષી, બીગરી મહેસૂલી તલાટી અરવિંદભાઈ રબારી, ધોલાઈ ગ્રામપંચાયતના તલાટી પ્રદિપ પટેલ, વલસાડ રૂરલ ડિવિઝનના નાયબ ઇજનેર, જી.ઇ.બી.ના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.
કાર્યવાહી દરમિયાન 18 જેટલી નાની-મોટી અનધિકૃત દુકાનો, પતરાના શેડ, ગેરેજ, કેબિન તથા અન્ય ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કામગીરીથી અંદાજે કુલ 2 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
સમગ્ર ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
સરકારી મિલકતનું રક્ષણ કરવા તથા સરકારી જમીન અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા જિલ્લા તંત્રએ કડક અભિગમ અપનાવ્યો છે. આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં તેમ તંત્રએ જણાવ્યું છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
ગાંધી ફાટકથી એરૂ રોડ પર પૂરઝડપે આવેલી કારની ટક્કરે 55 વર્ષના લારીચાલકનું મોત
પુત્રની ફરિયાદના આધારે જલાલપોર પોલીસે કારચાલકને ઝડપ્યો; ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, વિસ્તારમાં પેટ્રોલિંગ અને સ્ટ્રીટ લાઇટની માંગ નવસારી : ગાંધી ફાટકથી એરૂ ચાર રસ્તા તરફના માર્ગ પર પૂરઝડપે આવેલી કારની ટક્કરે 55 વર્ષના લારીચાલક અરૂણભાઈ દેવશંકર ઉપાધ્યાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક અને તેનો મિત્ર કાર મૂકીને નાસી ગયા હતા. જલાલપોર…
વધુ વાંચોઆરટીઓ ઈ-ચલણના નામે સાયબર ફ્રોડના કેસમાં બે આરોપી પુણેથી ઝડપાયા
ફાઈલ મોકલી મોબાઈલ હેક કરીને નાણાં ટ્રાન્સફર કર્યાની ફરિયાદ; જલાલપોર પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા નવસારી : આરટીઓ ઈ-ચલણના નામે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરીને નાણાં ટ્રાન્સફર કરવાના સાયબર ફ્રોડના ગુનામાં જલાલપોર પોલીસે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીપકભાઈ પ્રવિણભાઈ ડુમસિયાએ જલાલપોર પોલીસ મથકે નોંધાવેલી…
વધુ વાંચોવાંસદામાં ખેરનાં 6 વૃક્ષો કાપી લાકડું સગેવગે કરવાની તૈયારીમાં 7 ઝડપાયા
વન વિભાગે રાણી ફળિયા વિસ્તારમાંથી 2.026 ઘનમીટર ખેરનું લાકડું, ટેમ્પો અને 3 બાઇક જપ્ત કરી વાંસદા : વાંસદામાં વણારસી જતા મુખ્ય માર્ગ નજીક ખેરનાં 6 વૃક્ષો કાપી લાકડું સગેવગે કરવાની તૈયારીમાં રહેલા 7 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ખેરનું લાકડું, એક ટેમ્પો અને 3 બાઇક જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં…
વધુ વાંચોઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ
આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…
વધુ વાંચો




