તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

વાંસદામાં ખેરનાં 6 વૃક્ષો કાપી લાકડું સગેવગે કરવાની તૈયારીમાં 7 ઝડપાયા

વાંસદામાં ખેરનાં 6 વૃક્ષો કાપી લાકડું સગેવગે કરવાની તૈયારીમાં 7 ઝડપાયા

South Republic DeskTuesday, 29 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
વન વિભાગે રાણી ફળિયા વિસ્તારમાંથી 2.026 ઘનમીટર ખેરનું લાકડું, ટેમ્પો અને 3 બાઇક જપ્ત કરી વાંસદા : વાંસદામાં વણારસી જતા મુખ્ય માર્ગ નજીક ખેરનાં 6 વૃક્ષો કાપી લાકડું સગેવગે કરવાની તૈયારીમાં રહેલા 7 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ખેરનું લાકડું, એક ટેમ્પો અને 3 બાઇક જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં…

વન વિભાગે રાણી ફળિયા વિસ્તારમાંથી 2.026 ઘનમીટર ખેરનું લાકડું, ટેમ્પો અને 3 બાઇક જપ્ત કરી

વાંસદા : વાંસદામાં વણારસી જતા મુખ્ય માર્ગ નજીક ખેરનાં 6 વૃક્ષો કાપી લાકડું સગેવગે કરવાની તૈયારીમાં રહેલા 7 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી ખેરનું લાકડું, એક ટેમ્પો અને 3 બાઇક જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાંસદા પશ્ચિમ રેન્જના જામલિયા બીટના રાણી ફળિયા (ગડગાબારી) વિસ્તારમાં મોડી રાત્રે અંધારાનો લાભ લઈને ખેરનાં વૃક્ષો કાપી લાકડું લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન વલસાડ નાયબ વન સંરક્ષક અને વાંસદા સહાયક વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી વન વિભાગની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી હતી.

ટીમે સ્થળ પરથી શશીકાંત પટેલ (લીમઝર), કિરણ પટેલ, અવિનાશ દીપક પટેલ, અજય ગરાસિયા, નીતિન ગરાસિયા, રોહિતભાઈ જાદવ તેમજ સંજય ગમનભાઈ ગરાસિયાને ઝડપી પાડ્યા હતા.

વન વિભાગે તેમની પાસેથી 2.026 ઘનમીટર ખેરનું લાકડું, ટેમ્પો (નં. જીજે-15-એક્સ-8668) તથા 3 બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

ગાંધી ફાટકથી એરૂ રોડ પર પૂરઝડપે આવેલી કારની ટક્કરે 55 વર્ષના લારીચાલકનું મોત

પુત્રની ફરિયાદના આધારે જલાલપોર પોલીસે કારચાલકને ઝડપ્યો; ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, વિસ્તારમાં પેટ્રોલિંગ અને સ્ટ્રીટ લાઇટની માંગ નવસારી : ગાંધી ફાટકથી એરૂ ચાર રસ્તા તરફના માર્ગ પર પૂરઝડપે આવેલી કારની ટક્કરે 55 વર્ષના લારીચાલક અરૂણભાઈ દેવશંકર ઉપાધ્યાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક અને તેનો મિત્ર કાર મૂકીને નાસી ગયા હતા. જલાલપોર…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના ઘોલાઇ બંદરે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં

દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 18 જેટલી દુકાનો, શેડ અને અન્ય દબાણો હટાવાયાં; અંદાજે 2 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ નવસારી : ગણદેવી તાલુકાના ઘોલાઇ બંદર ખાતે સરકારી જમીન પર દુકાનો, બાંધકામો અને શેડ સ્વરૂપે થયેલાં ગેરકાયદેસર દબાણો અંગે ફરિયાદો મળતાં તંત્રએ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગત 24મી સપ્ટેમ્બરથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

આરટીઓ ઈ-ચલણના નામે સાયબર ફ્રોડના કેસમાં બે આરોપી પુણેથી ઝડપાયા

ફાઈલ મોકલી મોબાઈલ હેક કરીને નાણાં ટ્રાન્સફર કર્યાની ફરિયાદ; જલાલપોર પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા નવસારી : આરટીઓ ઈ-ચલણના નામે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરીને નાણાં ટ્રાન્સફર કરવાના સાયબર ફ્રોડના ગુનામાં જલાલપોર પોલીસે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી બે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીપકભાઈ પ્રવિણભાઈ ડુમસિયાએ જલાલપોર પોલીસ મથકે નોંધાવેલી…

વધુ વાંચો
નવસારી 1 day ago

ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ

આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો