ગણદેવીના મેંધર ગામે સરકારી જમીન પરના ગેરકાયદેસર 8 ઝીંગા તળાવો તોડી પાડ્યા
ગણદેવીના મેંધર ગામે સરકારી જમીન પરના ગેરકાયદેસર 8 ઝીંગા તળાવો તોડી પાડ્યા
21 ગામોના ગ્રામજનોની રજૂઆત બાદ કલેક્ટરના આદેશથી તંત્રની કાર્યવાહી, 2 JCB સાથે ડિમોલિશન શરૂ
નવસારી : ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. કાંઠા વિસ્તારના ગ્રામજનો તરફથી મળેલી રજૂઆતો અને ફરિયાદોને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી.
કલેક્ટરના આદેશ બાદ ચીખલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગણદેવી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ, ડ્રેનેજ વિભાગ, ફિશરીઝ વિભાગ તેમજ પોલીસ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. રજૂ થયેલા નકશાની ચકાસણી દરમિયાન સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અલગ જણાતા જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
2 JCB સહિતની મશીનરીની મદદથી સરકારી જમીન પર બનાવાયેલા કુલ 8 ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. સરકારી જમીન તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગણદેવી તાલુકામાં તાજેતરમાં સર્જાયેલા વિનાશક પૂર પાછળ ખાડી વિસ્તારમાં બનાવાયેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો જવાબદાર હોવાના આક્ષેપ સાથે દરિયાકાંઠાના 21 ગામોના આગેવાનો અને રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તળાવો તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસીને ડાન્સ કરતા રીલ બનાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા નવસારી : જલાલપોર તાલુકાના મરોલી ગામમાં રાત્રિના સમયે કેટલાક યુવાનો ખુલ્લી જીપની છત અને બોનેટ પર બેસીને ડાન્સ અને જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનોએ માથા પર ટેડી બિયર અને કાર્ટૂન કેરેક્ટરના માસ્ક પહેરી ચાલુ…
વધુ વાંચોસાઉથ રિપબ્લીકના અહેવાલનો પડઘો
વિજલપોરના શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી આરસીસી રોડ બનાવવાનું કામ મંજુર અંદાજે 3 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આરસીસી રોડનું નિર્માણ થશે, આજે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે ખાતમુહુર્ત થશે નવસારી : શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધીના જર્જરિત-બિસ્માર રોડ બાબતે સાઉથ રિપબ્લીકે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે નવસારી મનપા દ્વારા શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી…
વધુ વાંચોપોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…
વધુ વાંચોનવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…
વધુ વાંચો




