સાઉથ રિપબ્લીકના અહેવાલનો પડઘો
સાઉથ રિપબ્લીકના અહેવાલનો પડઘો
વિજલપોરના શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી આરસીસી રોડ બનાવવાનું કામ મંજુર
અંદાજે 3 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આરસીસી રોડનું નિર્માણ થશે, આજે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે ખાતમુહુર્ત થશે
નવસારી : શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધીના જર્જરિત-બિસ્માર રોડ બાબતે સાઉથ રિપબ્લીકે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે નવસારી મનપા દ્વારા શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી આર.સી.સી. રોડ બનાવવાનું કામ મંજુર કરાતા સાઉથ રિપબ્લીકના અહેવાલનો પડઘો પડયો છે. અંદાજે 3 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આરસીસી રોડનું નિર્માણ કાર્ય થશે. જેનું આજે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે ખાતમુહુર્ત થશે.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી વિજલપોરના શિવાજી ચોકથી આશાપુરી માતાના મંદિર સુધીનો રોડ ધોવાઈ ગયો હતો. તેમજ શિવાજી ચોકથી આશાપુરી માતાના મંદિર સુધીના રોડની એકબાજુનો અડધો રસ્તો ખોદી પાલિકા દ્વારા કામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ રોડ બનાવવાની જગ્યાએ માત્ર ખોદેલા અડધા રોડ પર પુરાણ કરી છોડી દેવામાં આવ્યો હતો. જેથી વિજલપોરની પ્રજાને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સિવાય ઉબડ-ખાબડ રોડ પરથી પસાર થતી વેળા અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો હતો.
જેથી સાઉથ રિપબ્લીક દ્વારા શિવાજીચોકથી સુશ્રુષા થઈ આશાપુરી માતાના મંદિર સુધીના જર્જરિત રોડ બનાવવા બાબતે ગત 24મી ઓગષ્ટે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમજ વિજલપોરની પ્રજાને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે ગત 27મી ઓગષ્ટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ સિવાય નવસારીમાં 4 આઈકોનીક રોડ બનાવ્યા અને વિજલપોરમાં એકપણ આઇકોનિક રોડ ન હોવા બાબતે ગત 30મી ઓગષ્ટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલને પગલે નવસારી મહાનગરપાલિકાએ વિજલપોરની પ્રજાને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન વિજલપોરમાં ડામરના રોડ ધોવાઈ જતા કે તૂટી જતા હતા. જેથી પાલિકા તંત્ર દ્વારા રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવતી હતી. તેમજ જો નવો રોડ બનાવવાનું હોય તો તે પણ જુના રોડ પર જ બનાવી દેવામાં આવતો હતો. જેથી રોડની ઊંચાઈ વધી જવા પામી હતી. જેના પગલે ચોમાસા દરમિયાન વરસાદી પાણી રોડની આજુબાજુ ભરાઈ રહેતા રોડ નજીક આવેલી દુકાનો કે ઘરોમાં ઘુસતા હતા. તેમજ રોડ પરથી પસાર થતા વાહનોને લીધે પણ ગંદા વરસાદી પાણીના છાંટા દુકાનો કે ઘરોમાં ઉડતા હતા.
આ બાબતે વિજલપોરના રહીશોએ જુનો રસ્તો ખોદી નવો રસ્તો બનાવવા માટે પાલિકાને રજૂઆત કરતા હતા. જેથી નવસારી મહાનગરપાલિકાએ શિવાજી ચોકથી આશાપુરી મંદિર સુધી આરસીસી રોડ બનાવવાનું કામ મંજુર કર્યું છે. અંદાજે 3 કરોડના ખર્ચે 850 મીટર લાંબો રોડ આરસીસી રોડમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેનું આજે સાંજે 4 વાગ્યે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે શિવાજીચોક પાસે ખાતમુહુર્ત કરવામાં આવશે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…
વધુ વાંચોનવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…
વધુ વાંચોનવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ
ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…
વધુ વાંચોગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત
સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…
વધુ વાંચો




