તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ

મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ

South Republic DeskMonday, 14 September 2026 1 મિનિટ વાંચન · 57 min ago 0
કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસીને ડાન્સ કરતા રીલ બનાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા નવસારી : જલાલપોર તાલુકાના મરોલી ગામમાં રાત્રિના સમયે કેટલાક યુવાનો ખુલ્લી જીપની છત અને બોનેટ પર બેસીને ડાન્સ અને જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનોએ માથા પર ટેડી બિયર અને કાર્ટૂન કેરેક્ટરના માસ્ક પહેરી ચાલુ…

કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસીને ડાન્સ કરતા રીલ બનાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા

નવસારી : જલાલપોર તાલુકાના મરોલી ગામમાં રાત્રિના સમયે કેટલાક યુવાનો ખુલ્લી જીપની છત અને બોનેટ પર બેસીને ડાન્સ અને જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનોએ માથા પર ટેડી બિયર અને કાર્ટૂન કેરેક્ટરના માસ્ક પહેરી ચાલુ જીપ પર રીલ બનાવી પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે યુવાનોમાં અલગ-અલગ પ્રકારની રીલ બનાવવાનો ક્રેઝ વધ્યો છે. નવસારી જિલ્લામાં અગાઉ પણ જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે યુવાનોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

મરોલીમાં વાયરલ થયેલા વીડિયોમાં યુવાનો જાહેર રસ્તા પર ચાલુ જીપની છત અને બોનેટ પર બેસીને બેફામ ડાન્સ અને સ્ટંટ કરતા જોવા મળે છે. આવા સ્ટંટને કારણે માત્ર તેમના પોતાના જીવને જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો અને ટ્રાફિક વ્યવસ્થાને પણ જોખમ ઊભું થાય છે.

ચાલતા વાહન પર બેસીને મુસાફરી કરવી અથવા સ્ટંટ કરવો ગંભીર જોખમરૂપ છે. ત્યારે આવા જોખમી સ્ટંટ કરનાર યુવાનોની ઓળખ કરી તેમની સામે યોગ્ય પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર

નવસારી 1 day ago

સાઉથ રિપબ્લીકના અહેવાલનો પડઘો

વિજલપોરના શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી આરસીસી રોડ બનાવવાનું કામ મંજુર અંદાજે 3 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આરસીસી રોડનું નિર્માણ થશે, આજે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે ખાતમુહુર્ત થશે નવસારી : શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધીના જર્જરિત-બિસ્માર રોડ બાબતે સાઉથ રિપબ્લીકે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે નવસારી મનપા દ્વારા શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી…

વધુ વાંચો
નવસારી 1 day ago

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…

વધુ વાંચો
નવસારી 1 day ago

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…

વધુ વાંચો
નવસારી 1 day ago

નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ

ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો