ગણેશ વિસર્જનને લઈને બીલીમોરા નગરપાલિકામાં સમીક્ષા બેઠક યોજાઈ
ગણેશ વિસર્જનને લઈને બીલીમોરા નગરપાલિકામાં સમીક્ષા બેઠક યોજાઈ
ટ્રાફિક, વીજ કેબલ, સુરક્ષા અને વિસર્જન સ્થળની વ્યવસ્થા અંગે ચર્ચા; તમામ વિભાગોને સંકલન સાથે તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના
બીલીમોરા : બીલીમોરા શહેરમાં આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને બીલીમોરા નગરપાલિકા કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, બીલીમોરા પોલીસ સ્ટેશનના પી.આઈ., જીઈબીના એન્જિનિયર તેમજ નગરપાલિકાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ગણેશ વિસર્જનના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા, વીજળીના કેબલ, વિસર્જન સ્થળની તૈયારી, સુરક્ષા વ્યવસ્થા તેમજ વિસર્જન કામગીરીમાં જોડાનારા સ્ટાફની જવાબદારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય અને ગણેશભક્તો તથા શહેરના નાગરિકોને સરળતા રહે તે માટે સંબંધિત તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવી જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ખાસ કરીને વિસર્જનના રૂટ પર ટ્રાફિકને અડચણરૂપ પરિસ્થિતિ ટાળવા, વીજ કેબલ સંબંધિત જરૂરી તકેદારી રાખવા તેમજ વિસર્જન કામગીરી માટેના સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…
વધુ વાંચોનવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…
વધુ વાંચોનવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ
ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…
વધુ વાંચોગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત
સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…
વધુ વાંચો




