જલાલપોર તાલુકામાં દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનો માટે યોજાયેલો બે દિવસીય એસેસમેન્ટ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ થયો
Two-day assessment camp for disabled and elderly concludes successfully in Jalalpore
જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ તમામ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને લાભ અપાવવા અગ્રેસર રહ્યા
801 લાભાર્થીઓ પૈકી 702 વયોવૃદ્ધજનો અને 99 દિવ્યાંગ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો
નવસારી : જલાલપોર તાલુકામાં વિવિધ સ્થળોએ દિવ્યાંગજનો તથા વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુસર 2 દિવસીય એલિમકો એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ જલાલપોર તાલુકાના તમામ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને મળે તે માટે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અગ્રેસર રહ્યા હતા. જલાલપોર તાલુકામાં ઘણા ગામો આવ્યા છે ત્યારે ધારાસભ્ય આર.સી. પટેલે ગામના તમામ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જેથી તેમણે ગામના તમામ સરપંચોને સૂચના આપી હતી. ઉપરાંત આ 2 દિવસીય કેમ્પ દરમિયાન ધારાસભ્ય આર.સી. પટેલે હાજર રહી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સિવાય કેમ્પમાં મુલાકાત અર્થે આવતા લાભાર્થીઓને અગવડતા ન પડે તે માટે ફ્રૂટ, ચા-નાસ્તો તેમજ પાણીની વ્યવસ્થા કરી હતી.
બીજી તરફ નવસારી જિલ્લા કલેકટર મનીષભાઈ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જલાલપોર મામલતદાર મૃણાલદાન ઇસરાણીએ લાભાર્થીઓની નોંધણી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી સહિતની કામગીરી સાથે લાભાર્થીઓના દસ્તાવેજોમાં ક્ષતિ અથવા જરૂરી દસ્તાવેજોની અછત હોવાનું માલૂમ પડે તો એવા લાભાર્થીઓની દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાવવા પાત્રતા મુજબ તેમને સહાયક સાધનોનો લાભ મળે તે માટેની જવાબદારી નિભાવી હતી.
આ 2 દિવસીય કેમ્પમાં ગત 22મીએ 378 જરૂરિયાતમંદ દિવ્યાંગ અને વયોવૃદ્ધજનોને લાભ મળ્યો હતો. જયારે 2 દિવસમાં કુલ 801 લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 702 વયોવૃદ્ધજનો અને 99 દિવ્યાંગ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. તેમજ 636 જેટલા લોકોએ ઓફલાઈન રજીસ્ટ્રેશનમાં મુલાકાત કરી હતી. જેથી કુલ 1440 જેટલા લોકોએ આ 2 દિવસીય કેમ્પની મુલાકાત કરી હતી.
કુલ 1440 લોકોએ બે દિવસીય કેમ્પની મુલાકાત લીધી — 801 લાભાર્થીઓએ સહાયક સાધનો માટે નોંધણી કરાવી.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




