જલાલપોર તાલુકા પંચાયતની બંધ લિફ્ટ ચાલુ કરવા શાસકોને રસ નથી!
જલાલપોર તાલુકા પંચાયતની બંધ લિફ્ટ ચાલુ કરવા શાસકોને રસ નથી!
પંચાયતના શાસકોએ લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માન્યો, પરંતુ લિફ્ટ હજી પણ બંધ હાલતમાં
નવસારી : જલાલપોર તાલુકા પંચાયતના શાસકોને લિફ્ટ ચાલુ કરવામાં કોઈ રસ જ ન હોય તેમ માત્ર લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માની લીધો હોય તેમ જણાઈ રહ્યું છે.
જલાલપોર તાલુકા પંચાયતની કચેરી નવસારી જિલ્લા પંચાયત બિલ્ડિંગના ચોથા માળેથી ખસેડી દશેરા ટેકરીમાં આવેલા પશુ દવાખાના પાછળ નવી જલાલપોર તાલુકા પંચાયત કચેરી બનાવવામાં આવી છે. અહીં કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કામ અર્થે આવતા અરજદારોની સુવિધા માટે લિફ્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
પરંતુ હાલમાં પડેલા ભારે વરસાદ અને પૂરને પગલે જલાલપોર તાલુકા પંચાયત કચેરીમાં આવેલી લિફ્ટના નીચેના ભાગમાં પાણી ભરાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેના કારણે તાલુકા પંચાયતમાં કામ અર્થે આવતા દિવ્યાંગ, વૃદ્ધ, મહિલાઓ અને શારીરિક રીતે અશક્ત અરજદારોને કચેરીના દાદર ચઢવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે.
લિફ્ટ બંધ હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જલાલપોર તાલુકા પંચાયત કચેરીમાં લિફ્ટની બહાર લગાવેલું ‘લિફ્ટ બંધ છે’ની સૂચના દર્શાવતું બોર્ડ કાઢી લેવામાં આવ્યું છે. જોકે લિફ્ટ હજી પણ બંધ હાલતમાં જ હોવાનું સામે આવ્યું છે.
હાલમાં જલાલપોર તાલુકા પંચાયતમાં નવા ચૂંટાયેલા સભ્યો કમાન સંભાળી રહ્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત વિવિધ ચેરમેન પદે નવા ચૂંટાયેલા સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. તેમ છતાં પોતાની જ કચેરીની લિફ્ટ શરૂ કરાવવામાં નવા ચૂંટાયેલા સભ્યો નિષ્ફળ રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.
પંચાયતની લિફ્ટ ચાલુ કરાવવાની કામગીરી કરવાને બદલે માત્ર ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માનવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પોતાની કચેરીમાં લિફ્ટ ચાલુ કરાવવામાં નિષ્ફળ રહેલા તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યો જલાલપોર તાલુકાના ગામોમાં વિકાસના કામો કેવી રીતે કરશે તેવા સવાલો સાથે ગામજનોમાં ચર્ચા ચાલી રહી છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને ટેબલ પર જગ્યા ન મળતા વિવાદ
વિપક્ષને નોંધ કરવા પેન-કાગળ પણ ન અપાયા; આંગણવાડીઓ મનપા હસ્તક લેવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2016ના અમલ અંગે નિર્ણય નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સુદ્રઢ વહીવટના ઉદ્દેશ્ય સાથે દેવીના પાર્ક સ્થિત ટાઉન હોલના કોન્ફરન્સ રૂમમાં મેયર અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો માટે ટેબલ…
Read moreનવસારી ભેંસતખાડા મંદિરમાં રક્તદાન શિબિર યોજાઈ
શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિના આયોજનમાં સેવાભાવી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી નવસારી : નવસારીના ભેંસતખાડા વિસ્તારમાં આવેલા શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અનેક સેવાભાવી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી હતી. રક્તદાતાઓનો જુસ્સો વધારવા તેમજ આ સેવાકીય કાર્યને…
Read moreનવસારી સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેતરપીંડી કરનાર 2 ઝડપાયા
તેલના 16 ડબ્બા મંગાવી ચેક આપ્યા બાદ 47,920 રૂપિયાની છેતરપીંડી આચરી; જલાલપોર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., જલાલપોરમાંથી તેલના ડબ્બા મંગાવી પૈસા ન આપી છેતરપીંડી આચરનાર બે આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકા સહકારી ખરીદ…
Read moreપ્રધાનમંત્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા તંત્ર દ્વારા વીવીઆઈપી સુરક્ષા, હેલિપેડ, પ્રોટોકોલ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી નવસારી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગામી 8મી સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમનું સુચારૂ, સલામત અને સુવ્યવસ્થિત આયોજન થાય તે હેતુથી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં…
Read more




