Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને ટેબલ પર જગ્યા ન મળતા વિવાદ

નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને ટેબલ પર જગ્યા ન મળતા વિવાદ

South Republic DeskTuesday, 01 September 2026 2 min read · 18 min ago 0
વિપક્ષને નોંધ કરવા પેન-કાગળ પણ ન અપાયા; આંગણવાડીઓ મનપા હસ્તક લેવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2016ના અમલ અંગે નિર્ણય નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સુદ્રઢ વહીવટના ઉદ્દેશ્ય સાથે દેવીના પાર્ક સ્થિત ટાઉન હોલના કોન્ફરન્સ રૂમમાં મેયર અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો માટે ટેબલ…

વિપક્ષને નોંધ કરવા પેન-કાગળ પણ ન અપાયા; આંગણવાડીઓ મનપા હસ્તક લેવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2016ના અમલ અંગે નિર્ણય

નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સુદ્રઢ વહીવટના ઉદ્દેશ્ય સાથે દેવીના પાર્ક સ્થિત ટાઉન હોલના કોન્ફરન્સ રૂમમાં મેયર અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સભામાં મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો માટે ટેબલ પાસે બેસવા ખુરશીઓ મુકવામાં આવી હતી. જોકે વોર્ડ નં. 4ના કોર્પોરેટરો પાંચ મિનિટ મોડા પહોંચતા ટેબલ પર મનપાના અધિકારીઓ અને શાસક પક્ષના કોર્પોરેટરો બેસી ગયા હતા. જેના કારણે વિપક્ષી સભ્યો માટે ટેબલ પર જગ્યા રહી ન હતી અને કર્મચારીઓ દ્વારા તેમને માત્ર ખુરશીઓ આપવામાં આવી હતી.

આ મુદ્દે વિપક્ષી નેતા પ્રભાબેન વલસાડીયાએ સભામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે વિપક્ષને ટેબલ પાસે બેસવાની વ્યવસ્થા તેમજ નોંધ કરવા માટે પેન અને કાગળ ન ફાળવાતા મેયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષના સભ્યોને પણ લોકોએ મત આપીને ચૂંટીને મોકલ્યા છે. સાથે જ આગામી સામાન્ય સભામાં વિપક્ષ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો નીચે બેસીને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ સામાન્ય સભામાં મહાનગરપાલિકા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સમિતિની રચના કરવા બાબતે સર્વાનુમતે સ્વીકૃતિ આપવામાં આવી હતી.

આ ઉપરાંત સંસદસભ્યની ગ્રાન્ટ વર્ષ 2023-24 અંતર્ગત સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ પુરુષોત્તમદાસ હરજીવનદાસ વિદ્યાલયમાં શૌચાલય બનાવવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.

મેયરના અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલા વહીવટી અને નીતિવિષયક મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં નવરચિત મહાનગરપાલિકાઓના કોર્પોરેટરોના માનદ વેતનની મહત્તમ મર્યાદા નક્કી કરવા બાબતે સમીક્ષા અને મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આ સાથે નવસારી મનપાના મહેકમમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની નિયત જગ્યાઓમાં દિવ્યાંગતા માટેની જગ્યાઓ નક્કી કરવા તેમજ મનપાની જુદી જુદી ખાસ સમિતિઓના અધિકાર અને કાર્યક્ષેત્ર માટેના નિયમોને મંજૂરી આપવા અંગે ચર્ચા થઈ હતી. જેને સભાએ બહાલી આપી હતી.

સભામાં જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પરંતુ હવે શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ આંગણવાડીઓને મહાનગરપાલિકા હસ્તક લેવા બાબતે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાથી આંગણવાડીઓનું સંચાલન વધુ સુચારુ બનશે અને બાળકો તથા મહિલાઓને તેનો સીધો લાભ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરની સ્વચ્છતા અને પર્યાવરણને પ્રાધાન્ય આપતા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2016ના અમલીકરણ તેમજ મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ બાયલોઝમાં જરૂરી સુધારા-વધારા કરવા અંગેના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી.

ફોટો ગેલેરી

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 20 min ago

જલાલપોર તાલુકા પંચાયતની બંધ લિફ્ટ ચાલુ કરવા શાસકોને રસ નથી!

પંચાયતના શાસકોએ લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માન્યો, પરંતુ લિફ્ટ હજી પણ બંધ હાલતમાં નવસારી : જલાલપોર તાલુકા પંચાયતના શાસકોને લિફ્ટ ચાલુ કરવામાં કોઈ રસ જ ન હોય તેમ માત્ર લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માની લીધો હોય તેમ જણાઈ રહ્યું છે. જલાલપોર તાલુકા પંચાયતની કચેરી નવસારી…

Read more
નવસારી 27 min ago

નવસારી ભેંસતખાડા મંદિરમાં રક્તદાન શિબિર યોજાઈ

શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિના આયોજનમાં સેવાભાવી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી નવસારી : નવસારીના ભેંસતખાડા વિસ્તારમાં આવેલા શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અનેક સેવાભાવી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી હતી. રક્તદાતાઓનો જુસ્સો વધારવા તેમજ આ સેવાકીય કાર્યને…

Read more
નવસારી 32 min ago

નવસારી સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેતરપીંડી કરનાર 2 ઝડપાયા

તેલના 16 ડબ્બા મંગાવી ચેક આપ્યા બાદ 47,920 રૂપિયાની છેતરપીંડી આચરી; જલાલપોર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., જલાલપોરમાંથી તેલના ડબ્બા મંગાવી પૈસા ન આપી છેતરપીંડી આચરનાર બે આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકા સહકારી ખરીદ…

Read more
નવસારી 40 min ago

પ્રધાનમંત્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા તંત્ર દ્વારા વીવીઆઈપી સુરક્ષા, હેલિપેડ, પ્રોટોકોલ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી નવસારી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગામી 8મી સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમનું સુચારૂ, સલામત અને સુવ્યવસ્થિત આયોજન થાય તે હેતુથી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં…

Read more
આજનું ઈ-પેપર વાંચો