નવસારી સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેતરપીંડી કરનાર 2 ઝડપાયા
નવસારી સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેતરપીંડી કરનાર 2 ઝડપાયા
તેલના 16 ડબ્બા મંગાવી ચેક આપ્યા બાદ 47,920 રૂપિયાની છેતરપીંડી આચરી; જલાલપોર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા
નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., જલાલપોરમાંથી તેલના ડબ્બા મંગાવી પૈસા ન આપી છેતરપીંડી આચરનાર બે આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., જલાલપોર ખાતે કામ કરતા સેલ્સમેન હેમંતભાઈને એક ઇસમે ફોન કરી પોતે બાબુભાઈ બોલતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેણે સંઘના મેનેજર સંજયભાઈ ધમળાછાવાળા સાથે વાત થઈ હોવાનું જણાવી તિરુપતિ કપાસિયા તેલના 8 ડબ્બા રિક્ષાવાળો લેવા આવે ત્યારે તેને આપી દેવા અને બદલામાં ચેક લઈ લેવા જણાવ્યું હતું.
બીજા દિવસે ફરી તે જ ઇસમે હેમંતભાઈને ફોન કરી રાજમોતી સિંગતેલના 8 ડબ્બા રિક્ષાવાળાને આપી ચેક લઈ લેવા જણાવ્યું હતું. જેથી હેમંતભાઈએ રિક્ષામાં તેલના ડબ્બા આપી દીધા હતા. જોકે બંને ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા.
ચેક બાઉન્સ થયા હોવા અંગે હેમંતભાઈએ ફોન કરીને જાણ કરતા આરોપીએ રૂબરૂ આવી રોકડા રૂપિયા આપી જવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ તેણે પૈસા ચૂકવ્યા ન હતા અને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. આમ કુલ 16 તેલના ડબ્બા લઈ 47,920 રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હોવાનું જણાતા જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી મૂળ સુરતના ખાજા દાના રોડ, મોમનાવાડ, ગોપીપુરા અને હાલ સુરતના રાંદેર પોપટ મહોલ્લા ખાતે અમીરા રેસીડન્સીમાં રહેતા મોહમદ ઇકબાલ ઈબ્રાહીમ કોઠીવાલા તેમજ મૂળ મોરબીના નગરા દરવાજા અને હાલ સુરતના રાંદેર કોટ ફળી ખાતે અલ્ફ્લા રેસીડન્સીમાં રહેતા સરફરાજ મો. ઉર્ફે સમીર ઇકબાલભાઈ કાસમાણીને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની એમ.ઓ.
જલાલપોર પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ખોટા નામ ધારણ કરી અન્ય વપરાશની ચીજવસ્તુઓ મેળવી બાદમાં નાસી છૂટી છેતરપીંડી કરવાની એમ.ઓ. ધરાવે છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને ટેબલ પર જગ્યા ન મળતા વિવાદ
વિપક્ષને નોંધ કરવા પેન-કાગળ પણ ન અપાયા; આંગણવાડીઓ મનપા હસ્તક લેવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2016ના અમલ અંગે નિર્ણય નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સુદ્રઢ વહીવટના ઉદ્દેશ્ય સાથે દેવીના પાર્ક સ્થિત ટાઉન હોલના કોન્ફરન્સ રૂમમાં મેયર અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો માટે ટેબલ…
Read moreજલાલપોર તાલુકા પંચાયતની બંધ લિફ્ટ ચાલુ કરવા શાસકોને રસ નથી!
પંચાયતના શાસકોએ લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માન્યો, પરંતુ લિફ્ટ હજી પણ બંધ હાલતમાં નવસારી : જલાલપોર તાલુકા પંચાયતના શાસકોને લિફ્ટ ચાલુ કરવામાં કોઈ રસ જ ન હોય તેમ માત્ર લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માની લીધો હોય તેમ જણાઈ રહ્યું છે. જલાલપોર તાલુકા પંચાયતની કચેરી નવસારી…
Read moreનવસારી ભેંસતખાડા મંદિરમાં રક્તદાન શિબિર યોજાઈ
શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિના આયોજનમાં સેવાભાવી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી નવસારી : નવસારીના ભેંસતખાડા વિસ્તારમાં આવેલા શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અનેક સેવાભાવી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી હતી. રક્તદાતાઓનો જુસ્સો વધારવા તેમજ આ સેવાકીય કાર્યને…
Read moreપ્રધાનમંત્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા તંત્ર દ્વારા વીવીઆઈપી સુરક્ષા, હેલિપેડ, પ્રોટોકોલ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી નવસારી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગામી 8મી સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમનું સુચારૂ, સલામત અને સુવ્યવસ્થિત આયોજન થાય તે હેતુથી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં…
Read more




