Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

પ્રધાનમંત્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

પ્રધાનમંત્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

South Republic DeskTuesday, 01 September 2026 1 min read · 23 min ago 0
જિલ્લા તંત્ર દ્વારા વીવીઆઈપી સુરક્ષા, હેલિપેડ, પ્રોટોકોલ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી નવસારી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગામી 8મી સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમનું સુચારૂ, સલામત અને સુવ્યવસ્થિત આયોજન થાય તે હેતુથી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં…

જિલ્લા તંત્ર દ્વારા વીવીઆઈપી સુરક્ષા, હેલિપેડ, પ્રોટોકોલ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી

નવસારી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગામી 8મી સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમનું સુચારૂ, સલામત અને સુવ્યવસ્થિત આયોજન થાય તે હેતુથી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એન. લિખીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ, મામલતદારો તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે અલગ-અલગ વિભાગોની બનાવવામાં આવેલી સમિતિઓને સોંપાયેલી કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. તમામ અધિકારીઓને પરસ્પર સંકલન જાળવીને કાર્યક્રમ સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી સુચનાઓ આપી હતી.

સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા, વી.વી.આઈ.પી. સુરક્ષા બંદોબસ્ત, પાર્કિંગ, સભા સ્થળ/હેલિપેડ ખાતે સુરક્ષા મોનિટરિંગ, એસપીજી અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સુચારુ સંકલન, મુખ્ય સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ મુજબ મંચ પર અગ્રણીઓ અને મહાનુભાવો માટે બેઠક આયોજન તેમજ પાસ ઇશ્યુ કરવા અંગે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

આ ઉપરાંત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સભા સ્થળ, સ્ટેજ અને હેલિપેડ પર અવિરત વીજ પુરવઠો તથા જનરેટર સેટની સુવિધા રાખવા, બીએસએનએલ અને એનઆઈસી દ્વારા હોટલાઇન બ્રોડબેન્ડની કનેક્ટિવિટી પૂરી પાડવા તેમજ સફાઈ, પીવાનું પાણી અને ફૂડ સેફ્ટી સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા સુચના આપવામાં આવી હતી.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 1 min ago

નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષને ટેબલ પર જગ્યા ન મળતા વિવાદ

વિપક્ષને નોંધ કરવા પેન-કાગળ પણ ન અપાયા; આંગણવાડીઓ મનપા હસ્તક લેવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2016ના અમલ અંગે નિર્ણય નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સુદ્રઢ વહીવટના ઉદ્દેશ્ય સાથે દેવીના પાર્ક સ્થિત ટાઉન હોલના કોન્ફરન્સ રૂમમાં મેયર અશોકભાઈ ધોરાજીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો માટે ટેબલ…

Read more
નવસારી 3 min ago

જલાલપોર તાલુકા પંચાયતની બંધ લિફ્ટ ચાલુ કરવા શાસકોને રસ નથી!

પંચાયતના શાસકોએ લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માન્યો, પરંતુ લિફ્ટ હજી પણ બંધ હાલતમાં નવસારી : જલાલપોર તાલુકા પંચાયતના શાસકોને લિફ્ટ ચાલુ કરવામાં કોઈ રસ જ ન હોય તેમ માત્ર લિફ્ટ પાસે લગાવેલું ‘લિફ્ટ બંધ છે’નું બોર્ડ હટાવી સંતોષ માની લીધો હોય તેમ જણાઈ રહ્યું છે. જલાલપોર તાલુકા પંચાયતની કચેરી નવસારી…

Read more
નવસારી 10 min ago

નવસારી ભેંસતખાડા મંદિરમાં રક્તદાન શિબિર યોજાઈ

શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિના આયોજનમાં સેવાભાવી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી નવસારી : નવસારીના ભેંસતખાડા વિસ્તારમાં આવેલા શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અનેક સેવાભાવી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી હતી. રક્તદાતાઓનો જુસ્સો વધારવા તેમજ આ સેવાકીય કાર્યને…

Read more
નવસારી 15 min ago

નવસારી સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેતરપીંડી કરનાર 2 ઝડપાયા

તેલના 16 ડબ્બા મંગાવી ચેક આપ્યા બાદ 47,920 રૂપિયાની છેતરપીંડી આચરી; જલાલપોર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., જલાલપોરમાંથી તેલના ડબ્બા મંગાવી પૈસા ન આપી છેતરપીંડી આચરનાર બે આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકા સહકારી ખરીદ…

Read more
આજનું ઈ-પેપર વાંચો