તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ખડસુપા ગામે ગાડરિયા તળાવના ટેન્ડર વિવાદમાં તલાટી-સરપંચની ભૂમિકા પર સવાલ

ખડસુપા ગામે ગાડરિયા તળાવના ટેન્ડર વિવાદમાં તલાટી-સરપંચની ભૂમિકા પર સવાલ

South Republic DeskTuesday, 08 September 2026 3 મિનિટ વાંચન · 38 min ago 0
ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે ઠરાવ રદ થયો છતાં ખાતાકીય કાર્યવાહી કેમ નહીં? જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ નવસારી : ખડસુપા ગામના ગાડરિયા તળાવને ઊંડું કરવા બાબતનો રદ થયેલો ઠરાવ ફરી વિવાદમાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જણાતા નવસારી તાલુકા વિકાસ અધિકારીએ ઠરાવ રદ કર્યો હતો. ત્યારે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન થયેલી ભૂલોને કારણે ઠરાવ…

ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે ઠરાવ રદ થયો છતાં ખાતાકીય કાર્યવાહી કેમ નહીં? જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ

નવસારી : ખડસુપા ગામના ગાડરિયા તળાવને ઊંડું કરવા બાબતનો રદ થયેલો ઠરાવ ફરી વિવાદમાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જણાતા નવસારી તાલુકા વિકાસ અધિકારીએ ઠરાવ રદ કર્યો હતો. ત્યારે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન થયેલી ભૂલોને કારણે ઠરાવ રદ થયો હોવા છતાં તલાટી અને સરપંચ સામે ખાતાકીય કાર્યવાહી કેમ થઈ નથી તે અંગે સવાલ ઊભા થયા છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.

નવસારી તાલુકાના ખડસુપા ગામે બ્લોક/સર્વે નં. 917નું ગાડરિયા તળાવ ઊંડું કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી ડેનીશભાઈ વ્યાસ અને સરપંચ જયેશભાઈ હળપતિએ 30 ડિસેમ્બર, 2023ના રોજ ઇજારદાર સુરેશભાઈ બળદેવભાઈ જોગરાણાનું ટેન્ડર મંજૂર કરી ઠરાવ કર્યો હતો. જોકે તળાવ ઊંડું કરવા અંગે નવસારી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વાંધા અરજી કરવામાં આવતા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જણાતા ઇજારદારના પક્ષમાં કરાયેલો ઠરાવ રદ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ રદ થયાની લેખિત કે મૌખિક જાણ ઇજારદારને કરવાની હોવા છતાં તલાટી અને સરપંચ દ્વારા જાણ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે.

નવસારી ટીડીઓએ ત્રણ મુખ્ય કારણોસર ઠરાવ રદ કર્યો હોવાનું જણાવાયું છે. જેમાં તળાવ ઊંડું કરવા ભાવપત્રકો મંગાવવા દૈનિક અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ ન કરવી, ભાવપત્રકો રજિસ્ટર્ડ પોસ્ટ કે સાદી પોસ્ટના બદલે હાથોહાથ મેળવવા અને ગ્રામ પંચાયત તથા ઇજારદાર વચ્ચેના સમજૂતી કરારમાં વિકાસ ફાળાની રકમમાં ભૂલ તથા ક્ષેત્રફળનો ઉલ્લેખ ન હોવાનો સમાવેશ થાય છે.

આ બાબતોને કારણે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની ટેન્ડર પ્રક્રિયા નિયમો મુજબ અને પારદર્શક રીતે થાય તેની જવાબદારી તલાટી સહિત સંબંધિત સત્તાધિકારીઓની હોય છે. તેથી ઠરાવ રદ થવા પાછળ પ્રક્રિયાત્મક ખામી જવાબદાર હોય તો તલાટી અને સરપંચ સામે ખાતાકીય કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આક્ષેપ મુજબ ઠરાવ રદ થયા બાદ પણ ઇજારદારને તળાવ ખોદવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી રદ થયેલા ઠરાવ બાદ ઇજારદારને કામ ચાલુ રાખવાની મંજૂરી કોણે અને કયા આધાર પર આપી તેની તપાસ કરવાની માંગ પણ ઉઠી છે.

રદ થયેલા ઠરાવ અંગે ખાણ-ખનીજ વિભાગ અને મામલતદારને પણ જાણ ન કર્યાનો આક્ષેપ

ઠરાવ રદ થયા બાદ સંબંધિત ખાણ-ખનીજ વિભાગ અને નવસારી ગ્રામ્ય મામલતદારને જાણ કરવાની હોવા છતાં તેમને પણ જાણ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી ઠરાવ રદ થયા બાદ પણ ઇજારદારને તળાવ ખોદવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી તે અંગે તપાસ જરૂરી હોવાનું જણાવાયું છે.

નવા તલાટીએ કરેલા નવા ઠરાવની તપાસની પણ માંગ

હાલ ખડસુપા ગામે નવા તલાટી ફરજ પર છે અને ગાડરિયા તળાવ ઊંડું કરી માટી લઈ જવાનું કામ અન્ય ઇજારદારને આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ નવી ટેન્ડર પ્રક્રિયા નિયમો મુજબ હાથ ધરવામાં આવી છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ અગાઉના ઇજારદારે આપેલા ભાવ કરતા ઓછા ભાવે કામ કરનાર અન્ય ઇજારદારને મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે મુદ્દે પણ તપાસ કરવાની માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર

નવસારી 40 min ago

નવસારીના સ્ટેશનરી વેપારીઓએ પાઠ્ય પુસ્તક મંડળ-એમેઝોન એમઓયુનો વિરોધ કર્યો

સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓની આજીવિકા પર અસર થવાની ભીતિ; એમઓયુ તાત્કાલિક રદ કરવાની માંગ નવસારી : ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે થયેલા એમઓયુના સમાચારને લઈને ધ નવસારી સ્ટેશનરી મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, પાઠ્ય પુસ્તકોના વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલા નવસારી સહિત ગુજરાતભરના નાના-મોટા…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ટ્રેડીશનલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ દ્વારા કરાટે કલર બેલ્ટ પરીક્ષા યોજાઈ

43 વિદ્યાર્થીઓએ વિવિધ કલર બેલ્ટ પરીક્ષા પાસ કરી, સર્ટિફિકેટ-બેલ્ટ અને ટ્રોફી એનાયત નવસારી : ટ્રેડીશનલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ નેશનલ ડિફેન્સ કરાટે એકેડમી દ્વારા કરાટે કલર બેલ્ટની પરીક્ષા લેવામાં આવી હતી. સેન્સાઈ અમોલ સાલવે, સેન્ડાઇ અનીલ યાદવ તથા શાળાના કરાટે કોચ તરુણ રાઠોડ જેવા અનુભવી કોચના માર્ગદર્શન હેઠળ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં આશરે 43…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

નામાંકિત તબીબોએ દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી, શુગર-બ્લડપ્રેશર-ઈસીજી સહિતના ટેસ્ટ પણ મફત કરાયા નવસારી : સ્થાનિક રહીશો તથા જરૂરિયાતમંદ પરિવારોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી નવસારી માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં શહેરના નામાંકિત…

વધુ વાંચો
નવસારી 16 hr ago

ખડસુપા ગામે તળાવ ઊંડું કરવાનો ઠરાવ રદ કરાયો, ઈજારદાર પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે

ટીડીઓના રદ હુકમની જાણ ન કર્યાના આક્ષેપ; સરપંચ-તલાટીએ વિવિધ વિભાગોને અંધારામાં રાખી તળાવ ખોદાવ્યું હોવાનો દાવો નવસારી : ખડસુપા ગામે સરપંચ અને તલાટીએ તળાવ ઊંડું કરવા માટે મંજૂર કરેલો ઠરાવ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને કારણે તાલુકા વિકાસ અધિકારીએ રદ કર્યો હતો. જોકે આ બાબતની જાણ ઇજારદારને કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ઈજારદારે હાઈકોર્ટના દ્વાર…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો