તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ટ્રેડીશનલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ દ્વારા કરાટે કલર બેલ્ટ પરીક્ષા યોજાઈ

ટ્રેડીશનલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ દ્વારા કરાટે કલર બેલ્ટ પરીક્ષા યોજાઈ

South Republic DeskTuesday, 08 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
43 વિદ્યાર્થીઓએ વિવિધ કલર બેલ્ટ પરીક્ષા પાસ કરી, સર્ટિફિકેટ-બેલ્ટ અને ટ્રોફી એનાયત નવસારી : ટ્રેડીશનલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ નેશનલ ડિફેન્સ કરાટે એકેડમી દ્વારા કરાટે કલર બેલ્ટની પરીક્ષા લેવામાં આવી હતી. સેન્સાઈ અમોલ સાલવે, સેન્ડાઇ અનીલ યાદવ તથા શાળાના કરાટે કોચ તરુણ રાઠોડ જેવા અનુભવી કોચના માર્ગદર્શન હેઠળ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં આશરે 43…

43 વિદ્યાર્થીઓએ વિવિધ કલર બેલ્ટ પરીક્ષા પાસ કરી, સર્ટિફિકેટ-બેલ્ટ અને ટ્રોફી એનાયત

નવસારી : ટ્રેડીશનલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ નેશનલ ડિફેન્સ કરાટે એકેડમી દ્વારા કરાટે કલર બેલ્ટની પરીક્ષા લેવામાં આવી હતી. સેન્સાઈ અમોલ સાલવે, સેન્ડાઇ અનીલ યાદવ તથા શાળાના કરાટે કોચ તરુણ રાઠોડ જેવા અનુભવી કોચના માર્ગદર્શન હેઠળ પરીક્ષા યોજાઈ હતી.

આ પરીક્ષામાં આશરે 43 વિદ્યાર્થીઓએ વિવિધ કરાટે કલર બેલ્ટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. ગત 5મીએ મુખ્ય મહેમાન હિમાંશુ પટેલ તથા સંજુબેન પટેલના હસ્તે હેમાલી ઇંગ્લિશ પ્રાયમરી એન્ડ મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, બેલ્ટ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યોને શાળાના કરાટે કોચ તરુણ રાઠોડ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી વસંતભાઈ એમ. ટંડેલ, ધનજીભાઈ છભાયા, શાળાના આચાર્ય બિપીનભાઈ પ્રજાપતિ, મયંકભાઈ પટેલ તથા શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 37 min ago

ખડસુપા ગામે ગાડરિયા તળાવના ટેન્ડર વિવાદમાં તલાટી-સરપંચની ભૂમિકા પર સવાલ

ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે ઠરાવ રદ થયો છતાં ખાતાકીય કાર્યવાહી કેમ નહીં? જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ નવસારી : ખડસુપા ગામના ગાડરિયા તળાવને ઊંડું કરવા બાબતનો રદ થયેલો ઠરાવ ફરી વિવાદમાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જણાતા નવસારી તાલુકા વિકાસ અધિકારીએ ઠરાવ રદ કર્યો હતો. ત્યારે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન થયેલી ભૂલોને કારણે ઠરાવ…

વધુ વાંચો
નવસારી 39 min ago

નવસારીના સ્ટેશનરી વેપારીઓએ પાઠ્ય પુસ્તક મંડળ-એમેઝોન એમઓયુનો વિરોધ કર્યો

સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓની આજીવિકા પર અસર થવાની ભીતિ; એમઓયુ તાત્કાલિક રદ કરવાની માંગ નવસારી : ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે થયેલા એમઓયુના સમાચારને લઈને ધ નવસારી સ્ટેશનરી મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, પાઠ્ય પુસ્તકોના વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલા નવસારી સહિત ગુજરાતભરના નાના-મોટા…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

નામાંકિત તબીબોએ દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી, શુગર-બ્લડપ્રેશર-ઈસીજી સહિતના ટેસ્ટ પણ મફત કરાયા નવસારી : સ્થાનિક રહીશો તથા જરૂરિયાતમંદ પરિવારોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી નવસારી માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં શહેરના નામાંકિત…

વધુ વાંચો
નવસારી 16 hr ago

ખડસુપા ગામે તળાવ ઊંડું કરવાનો ઠરાવ રદ કરાયો, ઈજારદાર પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે

ટીડીઓના રદ હુકમની જાણ ન કર્યાના આક્ષેપ; સરપંચ-તલાટીએ વિવિધ વિભાગોને અંધારામાં રાખી તળાવ ખોદાવ્યું હોવાનો દાવો નવસારી : ખડસુપા ગામે સરપંચ અને તલાટીએ તળાવ ઊંડું કરવા માટે મંજૂર કરેલો ઠરાવ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને કારણે તાલુકા વિકાસ અધિકારીએ રદ કર્યો હતો. જોકે આ બાબતની જાણ ઇજારદારને કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ઈજારદારે હાઈકોર્ટના દ્વાર…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો