જલાલપોર તાલુકાના મહુવર ગામે દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો
ALIMCO assessment camp for divyangjan and senior citizens held at Mahuvar in Jalalpore taluka
જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલે કેમ્પમાં હાજર લાભાર્થીઓની મુશ્કેલીઓ અને જરૂરિયાતો અંગે જાણકારી મેળવી
કેમ્પમાં દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનો મળી કુલ 271 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન
નવસારી : જલાલપોર તાલુકાના મહુવર ગામે કોળી સમાજની વાડી ખાતે દિવ્યાંગજનો તથા વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુસર ALIMCO એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર મનીષભાઈ ગુરવાનીએ મુલાકાત લઈ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જલાલપોર મામલતદાર મૃણાલદાન ઇસરાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે લાભાર્થીઓની નોંધણી, જરૂરી દસ્તાવેજોની ચકાસણી તેમજ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોના એસેસમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કેમ્પની કામગીરી, લાભાર્થીઓની સંખ્યા તેમજ સહાયક સાધનો માટેની પાત્રતા અંગે જરૂરી વિગતો મેળવી હતી.
આ કેમ્પમાં બપોરે 1 વાગ્યા સુધીમાં દિવ્યાંગજનો તથા વયોવૃદ્ધજનો મળી કુલ 271 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ પ્રકારની શારીરિક જરૂરિયાત ધરાવતા લાભાર્થીઓનું નિષ્ણાતો દ્વારા એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું હતું, જેના આધારે પાત્ર લાભાર્થીઓને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
કેમ્પમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 271 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલે લાભાર્થીઓને રૂબરૂ મળી આ યોજના વિશે માહિતી આપી હતી. સાથે જ દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને તેમની જરૂરિયાતો અંગે જાણકારી મેળવી હતી. આ કેમ્પના લાભથી કોઈપણ ગામના દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓ વંચિત ન રહે તે માટે ગામના સરપંચોને જરૂરી સૂચનાઓ આપી હતી.
નવસારી જિલ્લા કલેક્ટર મનીષભાઈ ગુરવાનીએ કેમ્પ દરમિયાન લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમની મુશ્કેલીઓ, જરૂરિયાતો અને કેમ્પ અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. તેમણે લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, જો લાભાર્થીઓના દસ્તાવેજોમાં ક્ષતિ અથવા જરૂરી દસ્તાવેજોની અછત હોવાનું માલૂમ પડે તો આવા લાભાર્થીઓની દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાવી, પાત્રતા મુજબ તેમને સહાયક સાધનોનો લાભ મળી રહે તે માટે જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણી તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ એસેસમેન્ટ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોની જરૂરિયાતનું મૂલ્યાંકન કરી પાત્રતા મુજબ તેમને જીવન વધુ સરળ અને સુગમ બનાવતાં સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રકારના કેમ્પ દ્વારા લાભાર્થીઓને સરકારી સહાય તેમના નજીકના વિસ્તારમાં જ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને વેગ મળે છે.
ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સહાયક ઉપકરણો પ્રદાન કરવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકારના અધીન ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) દ્વારા વરિષ્ઠ નાગરિકોને છડી, વોકર, વ્હીલચેર, કાનની મશીન, ચશ્માં, છડી સીટ, વ્હીલચેર કમોડ, સિલિકોન ફોમ તકિયા, ની બ્રેસ, સ્પાઇનલ સપોર્ટ, સર્વાઇકલ કોલર, કિટ તેમજ અન્ય સહાયક યંત્રો અને ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો અને સહાયક ઉપકરણોની જરૂરિયાત તથા ફિટિંગ માટે સહાય પૂરી પાડવા એડીપ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત એલિમ્કો મુખ્ય અમલીકરણ સંસ્થા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા સંચાલિત એડીપ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને, જેમની વાર્ષિક આવક 15,000 રૂપિયા સુધી છે, કૃત્રિમ અંગો અને સહાયક ઉપકરણોની ખરીદી માટે ત્રણ વર્ષમાં વધુમાં વધુ 18,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. સહાય મેળવવા માટે લાભાર્થીઓએ નિર્ધારિત સહાયક ઉપકરણ ખરીદ્યા બાદ તેની કિંમતના વાસ્તવિક પુરાવા રજૂ કરવા પડશે. તેમાં અસ્થિ વિષયક દિવ્યાંગતા, દૃષ્ટિબાધિતતા, શ્રવણબાધિતતા અને બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓનો સમાવેશ થાય છે. લાભાર્થીઓએ યુ.ડી.આઈ.ડી. કાર્ડ, આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રપત્ર રજૂ કરવાના રહેશે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




