નવસારીની અનેરી શેલાડિયાને બી.કોમ.ની પદવી સાથે છ મેડલ અને બે પ્રાઈઝ એનાયત
Navsari's Aneri Sheladia receives six medals and two prizes at VNSGU convocation
નવસારીની નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટની વિદ્યાર્થિનીનો 9.15 સી.જી.પી.એ. મેળવી યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ દેખાવ
6 મેડલ | 2 પ્રાઈઝ | 9.15 CGPA | B.Com. — યુનિવર્સિટી સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ
સુરત : સફળતા માત્ર ગુણપત્રકમાં નહીં, પરંતુ સપનાઓને સાકાર કરવાની દિશામાં ભરાયેલા મક્કમ પગલામાં વસે છે. આ ઉક્તિને નવસારીની વિદ્યાર્થિની અનેરી હસમુખભાઈ શેલડિયાએ સાચા અર્થમાં સાબિત કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં અનેરીએ પોતાની શૈક્ષણિક સિદ્ધિઓથી માત્ર પરિવાર જ અને નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
નવસારીના એરુ ચાર રસ્તા સ્થિત એવન્યુ રેસિડન્સીમાં રહેતી અને નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં અભ્યાસ કરનારી અનેરીએ માર્ચ-2026ની બી.કોમ. પરીક્ષામાં 9.15 સી.જી.પી.એ. મેળવી યુનિવર્સિટી સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે છ મેડલ અને બે પ્રતિષ્ઠિત પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા છે.
અનેરીને મળેલા સન્માનોમાં મંગલ્યા મેડલ, બાલદેવસિંહ ચંદ્રસિંહ મહીડા ગોલ્ડ મેડલ, લેટ રતિલાલ અને લેટ નાઓશીરવાન કરંજિયા ગોલ્ડ મેડલ, ભાવનાબેન પચ્ચીગર ગોલ્ડ મેડલ (ઓવરઓલ ફર્સ્ટ રેન્ક) અને ભાવનાબેન પચ્ચીગર ગોલ્ડ મેડલ (એડવાન્સ્ડ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ) જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનો સમાવેશ થાય છે. સાથે જ તેને શ્રી અશ્વિન મહેતા પ્રાઈઝ અને હેમલબેન સુંદરલાલ દેસાઈ પ્રાઈઝ પણ મળ્યા છે.
અનેરીનું UPSC પાસ કરી દેશસેવા કરવાનું સ્વપ્ન
બી.કોમ.ની પરીક્ષામાં 9.15 સી.જી.પી. મેળવી યુનિવર્સીટી સ્તરે મેળવેલી સિદ્ધિ અંતિમ મુકામ નથી. તેના સપનાઓની ઊંચાઈ હજુ ઘણી મોટી છે. નવસારીની અનેરી શેલડીયા આગામી સમયમાં યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા પાસ કરીને આઈએએસ અથવા આઈપીએસ અધિકારી બનવા માંગે છે. દેશના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ માટે કાર્ય કરવાની તેની પ્રબળ ઇચ્છા છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




