તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ઇન્સ્યોરન્સના રૂપિયા ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ કંપનીમાં જમા કરાવવાનું કહી સાયબર ઠગોએ નવસારીના વૃદ્ધ પાસેથી 31.54 લાખ રૂપિયા ભરાવી ઠગાઈ કરી

Cyber fraudsters dupe Navsari senior citizen of Rs 31.54 lakh in insurance scam

સાઉથ રિપબ્લીક ન્યૂઝTuesday, 25 August 2026 4 મિનિટ વાંચન · 47 days ago 0
નવસારીના કબીલપોરમાં રહેતા 61 વર્ષીય ભરતભાઈ પટેલ પાસેથી ઇન્સ્યોરન્સના રૂપિયા સીધા કંપનીમાં જમા કરાવવાનું કહી સાયબર ઠગોએ કુલ 31,54,643 રૂપિયા પડાવી લીધા; 24 આરોપી સામે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ.

ઇન્સ્યોરન્સના રૂપિયા ડાયરેક્ટ કંપનીમાં જમા કરાવવાનું કહી વિશ્વાસમાં લીધા

ભરતભાઈએ ધીરે-ધીરે કુલ્લે 31,54,643 રૂપિયા સાયબર ઠગોના વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા

નવસારી : ઇન્સ્યોરન્સના રૂપિયા ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ કંપનીમાં જમા કરાવવાનું કહી સાયબર ઠગોએ નવસારીના વૃદ્ધ પાસેથી 31.54 લાખ રૂપિયા ભરાવી ઠગાઈ કરતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પહોચ્યો છે.

મળતી માહિતી મુજબ, નવસારી કબીલપોર બારડોલી રોડ પર કુબેર નગર સોસાયટીમાં ભરતભાઈ ખુશાલભાઈ પટેલ (ઉ.વ. 61) તેમના પરિવાર સાથે રહે છે. ભરતભાઈ પાસે ભારતી એકસા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લી. ની બે પોલીસી હતી. જે બંને પોલીસી ચાલુ હતી. પરંતુ કોરોનાનો સમય આવતા પોલીસીના પ્રીમીયમ ભર્યા ન હતા.

ગત મે 2021 માં ભરતભાઈના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો. જે ઇસમે ભરતભાઈને જણાવ્યું હતું કે, તમે જે પોલીસી લીધી છે તે બીજા એજન્ટ મારફતે લીધી છે, તમે શું કામ બીજા દ્વારા પોલીસી લો છો અને રૂપિયા આપો છો, હું કંપનીમાંથી વાત કરું છું, તમે ડાયરેક્ટ હું જે એકાઉન્ટ નંબર આપું તેમાં જ રૂપિયા જમા કરાવજો જેનું વળતર પણ સારું મળશે અને તમારે કોઈ એજન્ટને કમીશન પણ નહી આપવું પડે તેવી વાત કરી હતી. જેથી ભરતભાઈને તે અજાણ્યા ઇસમની વાત ઉપર વિશ્વાસ આવતા ભરતભાઈએ અજાણ્યા ઇસમ દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કરાવતા હતા. જોકે ભરતભાઈને તે અજાણ્યા ઇસમ ઉપર શક-વહેમ જતા પરત રૂપિયા માંગ્યા હતા. પરંતુ તે ઇસમે કોઈ રૂપિયા પરત આપ્યા ન હતા.

ત્યારબાદ થોડા સમય પછી રવિ રાજન અને રવિ મહેતા નામના ઇસમોએ ભરતભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઇન્સ્યોરન્સના રૂપિયા ફસાયેલા છે, તે રૂપિયા પરત મેળવવાના હોય તો જે બેંક એકાઉન્ટ મોકલેલ છે તે બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા માટે જણાવ્યું હતું. જેથી ભરતભાઈને વિશ્વાસ આવતા ભરતભાઈએ તે બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કર્યા હતા. પરંતુ ત્યાં પણ ભરતભાઈને તેમના રૂપિયા પરત મળ્યા ન હતા.

ત્યારબાદ ફરી થોડા સમય પછી રાજેન્દ્ર કે. રાખી નામના શખ્સે ભરતભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું, મે તમારી પોલીસી જોઈ છે તમારા ઇન્સ્યોરન્સના રૂપિયા ફસાયેલા છે તે રૂપિયા પરત મેળવવાના હોય તો તમારે પેમેન્ટ જમા કરવાનું બાકી છે તે જમા કરાવો પછી તમારા ઇન્સ્યોરન્સના રૂપિયા ચોક્કસથી પરત તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. જેથી ભરતભાઈને રાજેન્દ્ર નામના શખ્સની વાત ઉપર વિશ્વાસ આવતા રાજેન્દ્રએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કર્યા હતા. તેમજ રાજેન્દ્ર ભરતભાઈને રૂપિયા મળી જશે તેવી વિવિધ લાલચો આપી તેમજ ટેક્ષના રૂપિયા ભરવા પડશે તેમ કહી રૂપિયા બેંક એકાઉન્ટમાં ડીપોઝીટ કરાવડાવતો હતો. જોકે ભરતભાઈએ રૂપિયા ડીપોઝીટ કરવાનું બંધ કરી દીધું હતું.

ગત સપ્ટેમ્બર ૨૦૨૫ માં પ્રમોદ ગુપ્તા અને આર.કે. રેડ્ડી નામના અજાણ્યા શખ્સોએ ભરતભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું, મે તમારી પોલીસી જોઈ છે, તમારા રૂપિયા વીમા કંપનીમાં પડેલા જ છે તે રૂપિયા પરત મેળવવાના હોય તો તમારે ઇન્કમ ટેક્ષ ભરવો જ પડશે, નહી ભરો તો તમારી પોલીસીના કોઈ રૂપિયા નહી મળે, બધા રૂપિયા જતા રહેશે અને ઇન્કમ ટેક્ષની તમારા ઘરે રેડ થશે અને મોટી કાર્યવાહી કરશે, જેથી ઇન્કમ ટેક્ષના જે રૂપિયા ભરવાના થાય છે તે ભરી દો. જેથી ભરતભાઈએ હાલ કોઈ નાણા નથી તેમ જણાવતા તે અજાણ્યા શખ્સોએ હપ્તાથી રૂપિયા જમા કરી દો, તમારા બધા રૂપિયા પરત આવી જશે તેમ જણાવ્યું હતું. જેથી ભરતભાઈ તે પ્રમોદ ગુપ્તા અને આર.કે.રેડ્ડી નામના અજાણ્યા શખ્સોએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કર્યા હતા.

પરંતુ ભરતભાઈને તેમના ડિપોઝીટના પૈસા પરત ન મળતા ફ્રોડ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. ભરતભાઈએ ધીરે-ધીરે કુલ્લે 31,54,643 રૂપિયા સાયબર ઠગો દ્વારા આપવામાં આવેલા વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેથી ભરતભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિવિધ રાજ્યોમાં રહેતા 24 જેટલા સાયબર ઠગ સામે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. વી.જી. ભરવાડે હાથ ધરી છે.

આરોપીઓના નામો

આરાધના દેસાઈ, રવિ રાજન, રવિ મહેતા, રાજેન્દ્ર કે રાખી, પ્રમોદ ગુપ્તા, આર.કે. રેડ્ડી, ગાઝીયાબાદ જીલ્લાના ક્રિષ્ના નગરમાં ધીરુ શ્રીવાસ્તવ, શુભમ ઠાકુર, મુકેશ કુમાર, માનીશ પ્રેમચંદ, સચિન સતપાલ, સુરજકુમાર મહેશ પ્રસાદ, રોહિત મનોજ સૈની, અજયકુમાર મોહનલાલ, પુનમાભાઈ ખેમશીભાઈ ચૌધરી, યોગેશાકુમાર રામડીયા, વિમલેશકુમાર, રત્નેશકુમાર રમાશંકર ઉર્ફે બિહારી મિશ્રા, બ્રિજેશ રામકિશન, રાજેન્દ્રકુમાર સુખડુરામ નાગ, સપના બબલુ ગૌતમ, કોતા શંકર નીલયા રેડ્ડી, પૂજા નરેન્દ્રકુમાર અને દીપકકુમાર ઓમપ્રકાશ.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો