નવસારીમાં જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગની વિવિધ હોટલોમાં તપાસ શરૂ
Food safety department begins inspection drive at hotels across Navsari district
નવસારી : નવસારી જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા નેશનલ હાઇવે નં. 48 તથા આસપાસના વિસ્તારોમાં ખાદ્ય પરિસરોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હોટલ ગ્રીન ઓનિયન, હોટલ નવજીવન, હોટલ નીલકંઠ, શ્રી સાઈ વિભૂતિ ફૂડ કોર્ટ (સુગર એન સ્પાઇસ) અને હાર્ડકેસલ રેસ્ટોરન્ટ (મેકડોનાલ્ડ) માં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ ડમરીયાં શ્રી સાઈ વિભૂતિ ફૂડ કોર્ટ (સુગર એન સ્પાઇસ) માંથી કંપની પેક્ડ મલાઈ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. તેમજ 16 કિલોગ્રામ તૈયાર ખાદ્ય પદાર્થો તથા અન્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય હાર્ડકેસલ રેસ્ટોરન્ટ (મેકડોનાલ્ડ) માંથી મિક્ષ બેરી સ્મૂથી, કંપની પેક્ડ ટોન્ડ મિલ્ક અને કંપની પેક્ડ મેંગો ફ્લેવરના ડીપના નમૂના લેવામાં આવ્યા હતા.
આ સિવાય ગત રોજ બીલીમોરાના શ્રી સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસના મેળા અંતર્ગત પણ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે તપાસ તથા સ્થળ પર ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે મેળામાં કુલ 35 ખાદ્ય પરિસરોની તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 88 લીટર અયોગ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 65 લીટર લાલ ચટણી તથા 23 લીટર વપરાયેલું ખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો.
ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા ખાદ્ય વ્યવસાયકારોને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવા તથા ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અને તેના હેઠળના નિયમો/વિનિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. નમૂનાઓના લેબોરેટરી પરીક્ષણના પરિણામો પ્રાપ્ત થયા બાદ નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




