તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચે પડેલો મોબાઈલ ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ.એ માલિકને પરત સોંપ્યો

Navsari traffic police ASI returns lost mobile phone to owner

સાઉથ રિપબ્લીક પ્રતિનિધિTuesday, 25 August 2026 1 મિનિટ વાંચન · 47 days ago 0
ગ્રીડ ઓવરબ્રિજ નીચે મળેલો આશરે 21 હજાર રૂપિયાનો મોબાઈલ એ.એસ.આઈ. સંદિપભાઈ ચૌધરી અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈ દેશમુખે જરૂરી ચકાસણી બાદ તેના માલિકને પરત સોંપ્યો.

એ.એસ.આઈ. સંદિપભાઈ ચૌધરી અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈ દેશમુખે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

નવસારી : નેશનલ હાઇવે નં. 48 ગ્રીડ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો રોજ ટ્રાફિક સંચાલનની ફરજ ઉપર હાજર રહે છે. ત્યારે ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ. અને ટીઆરબી જવાને માનવતાભરી મદદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજે ગ્રીડ ઓવરબ્રિજ નીચે તાપીના ડોલવણ ગામે રહેતા વિમલભાઈ ચૌધરી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની પાસે રહેલો આશરે 21 હજાર રૂપિયાનો વિવો કંપનીનો મોબાઈલ પડી ગયો હતો.

આ મોબાઈલ ટ્રાફિક સંચાલનની ફરજ પર હાજર એ.એસ.આઈ. સંદિપભાઈ ચૌધરી અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈ દેશમુખને મળ્યો હતો. તેઓ ફરજ ઉપર હાજર હોવાથી તે સમયે ફોન પોતાની પાસે જ સુરક્ષિત રાખ્યો હતો.

દરમિયાન થોડા સમય બાદ પડી ગયેલા મોબાઈલ ઉપર ફોન આવતા એ.એસ.આઈ. સંદિપભાઈએ ફોન ઉઠાવી મોબાઈલ માલિક સાથે વાત કરી હતી. સાથે જ પોતે પોલીસમાં હોવાનું જણાવી મોબાઈલ માલિકને ટેન્શન ન લેવા જણાવ્યું હતું.

એ.એસ.આઈ. સંદિપભાઈએ મોબાઈલ માલિકને મોબાઈલનું બિલ અને જરૂરી પુરાવાઓ સાથે લાવવા જણાવ્યું હતું. થોડા સમય બાદ મોબાઈલ માલિકે આવી એ.એસ.આઈ. સંદિપભાઈને મોબાઈલનું બિલ અને જરૂરી કાગળો આપી પડી ગયેલો મોબાઈલ તેમનો જ હોવાનું જણાવ્યું હતું.

જરૂરી ચકાસણી બાદ એ.એસ.આઈ. સંદિપભાઈ અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈએ મોબાઈલ માલિકને મોબાઈલ પરત સોંપ્યો હતો.

મોબાઈલ માલિક વિમલભાઈ ચૌધરીએ એ.એસ.આઈ. સંદિપભાઈ અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

પડી ગયેલો કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત આપી એ.એસ.આઈ. સંદિપભાઈ ચૌધરી અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈ દેશમુખે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો