તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીની મહાફરીન દેસાઈને રાજ્યપાલના હસ્તે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા

Navsari's Mahafarin Desai receives three gold medals from Governor at VNSGU convocation

South Republic DeskWednesday, 26 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં નવસારીની મહાફરીન શાહરૂખ દેસાઈને બી.એસસી. (મેથેમેટિક્સ)માં શ્રેષ્ઠ દેખાવ બદલ ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા નવસારીની મહાફરીન શાહરૂખ દેસાઈને બી.એસસી. (મેથેમેટિક્સ)ની પદવી સાથે ત્રણ ગોલ્ડ મેડલ એનાયત

નવસારીની બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીએ 9.77 સી.જી.પી.એ. સાથે યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું

3 ગોલ્ડ મેડલ | 9.77 CGPA | B.Sc. Mathematics | યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં નવસારી જિલ્લાની પ્રતિભાશાળી વિદ્યાર્થિની મહાફરીન શાહરૂખ દેસાઈએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. નવસારીના તરોટા બજાર વિસ્તારમાં રહેતી અને નવસારી બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરનાર મહાફરીને બી.એસસી. (મેથેમેટિક્સ)માં 10 માંથી 9.77 સી.જી.પી.એ. મેળવી યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ પદવીદાન સમારોહ દરમિયાન મહાફરીનને શ્રી પરમહંસ યોગાનંદ મેડલ સહિત કુલ ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ પરિવારજનો અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.

મહાફરીનના પિતા શાહરૂખભાઈ દેસાઈ ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતી મહાફરીને પોતાની મહેનત, લગન અને સતત અભ્યાસના બળે આ અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. અભ્યાસ દરમિયાન તેણે ગણિત વિષયમાં વિશેષ રસ દાખવી સતત શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

મહાફરીનનું રિસર્ચર બનવાનું સપનું

મહાફરીન દેસાઈનું સ્વપ્ન ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને રિસર્ચર બનવાનું છે. ગણિત અને સંશોધન ક્ષેત્રમાં નવી શોધખોળ કરીને સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવાની તેની ઇચ્છા છે. તેણે પોતાની આ સફળતાનો શ્રેય માતા-પિતા, શિક્ષકો અને સંસ્થાના માર્ગદર્શનને આપ્યો હતો. મહાફરીનની આ સિદ્ધિ યુવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.

ફોટો ગેલેરી

મહાફરીન દેસાઈ પોતાના ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો સાથે.
પ્રમાણપત્રો સાથે મહાફરીન દેસાઈ પરિવારજન સાથે.
પદવીદાન સમારોહના મંચ પર સન્માનિત વિદ્યાર્થીઓ.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો