તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જૂના જમાનાથી વેપાર કરતા વ્યાપારીઓનું અભિવાદન

Navsari Management Association honours legacy businesses

South Republic NewsroomTuesday, 25 August 2026 2 મિનિટ વાંચન · 47 days ago 0
નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા દાયકાઓથી વેપાર અને સેવા ક્ષેત્રે કાર્યરત 6 પ્રતિષ્ઠિત વ્યવસાયિક સંસ્થાઓ અને પરિવારોનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું.

કોલાહજી, પારેખ બ્રધર્સ, ચત્રભુજ નાનચંદ, રમાબેન હોસ્પિટલ, ઘેલાભાઈ પેટ્રોલિયમ અને હુંદરાજ દાણા-ચણાના વેપારીઓનું અભિવાદન થયું

નવસારી : નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સ્થાપના કાળથી આજ સુધી અંદાજે 400 જેટલા વિવિધ કાર્યક્રમો નવસારીના સર્વાંગી વિકાસ માટે થયા છે. નવસારી મેનેજમેન્ટ એસો. દ્વારા દાયકાઓથી વેપાર કરતા 6 જેટલા વ્યાપારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

141 વર્ષમાં પ્રવેશેલા અને તાજેતરમાં વિસ્તાપ કોલાહ અને વિસ્મય કોલાહ પરિવારનું અભિવાદન એનએમસી મેયર અશોકભાઈ ધોરાજીયા, હાર્દિકભાઈ નાયક, રોહન સુલે, ડો. દિનેશ જોશી, લલિતભાઈ પંડ્યા તથા કેયુરભાઈ દેસાઈ દ્વારા થયું હતું. આ પ્રસંગે પ્રમુખ રોહન સુલે દ્વારા આવકાર પ્રવચન આપવામાં આવ્યું હતું.

નવસારી મેનેજમેન્ટ એસો.ના દિગ્ગજ પીઠબળ એન. જે. ગ્રુપના જીગ્નેશ દેસાઈએ જણાવ્યું કે, વિશ્વમાં માત્ર ભારત જ યુવાઓનો દેશ છે. દેશની 75 ટકા વસ્તી 35 વર્ષથી નીચેના યુવાઓનો ધન છે. આ 6 વ્યાપારીઓના અભિવાદનમાં કોઈથી સારું નહીં પણ કોઈનું સારું કરીએ એ ઉમદા હેતુનો છે. સફળતા માટે ગજવામાં ગાંધી નહીં પણ આત્મવિશ્વાસની આંધી અને મક્કમતા જરૂરી છે. દાયકાઓથી નિષ્ઠાપૂર્વક વેપાર કરી ગ્રાહકોનો વિશ્વાસ જીતનારાઓનું આ અભિવાદન છે.

101 વર્ષોથી અવિરતપણે સિદ્ધિના શિખરો સર કરતા પારેખ બ્રધર્સ જવેલર્સના ઉષ્માસભર અભિવાદનનો પ્રતિભાવ આપતા સયાજી વૈભવ લાયબ્રેરીના પ્રમુખ પ્રશાંતભાઈ પારેખે જણાવ્યું કે, વડદાદા છોટાલાલ ઘેલાભાઈ પારેખ બાદ હીરાલાલ પારેખ અને બાદમાં નરેન્દ્ર પારેખ અને કાકા શાંતિલાલ પારેખે અનેક ઉતાર-ચઢાવો જોયા છે. નગરશેઠનો ઈલ્કાબ એમને મળ્યો અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ બે વખત અમારા પરિવારમાં ભોજન લેવા આવ્યા હતા. અત્યારે મારા ભાઈઓ જીગ્નેશ અને હિરેન તથા યુવા પેઢી આદિત્ય, પ્રીતેશ, ભાવિન અને હર્ષિલ અમારા પરિશ્રમ અને ગ્રાહક રાહત સેવામાં જોડાયા છે.

86 વર્ષથી ચાલતી ચત્રભુજ નાનચંદની પેઢીમાં દલીચંદભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ તથા ગુણવંતભાઈ શાહ પછી અમે ભવ્ય શાહ અને મેહુલ શાહ વેપાર કરી રહ્યા છીએ.

ડો. રમાબેન હોસ્પિટલ 78 વર્ષોથી સતત ચાલુ છે અને સર્વોત્તમ તબીબી સેવા કરતી હોવાનું તથા ડો. રમાબેન બાદ લોકપ્રિય તબીબ ડો. વિપુલ કાપડિયા તથા ડો. વૈભવ અને ડો. મુંજાલ તથા ડો. કવિતા અને સિદ્ધિ કાપડિયા વર્તમાન પેઢીમાં તબીબી સેવા આપી રહ્યા છે. આ હોસ્પિટલમાં અંદાજે 90,000 સંતાનોનો જન્મ થઈ ચૂક્યો છે.

નવસારીના સૌથી જૂના પાલિકા પાસે આવેલા ઘેલાભાઈ ગોપાલજી પેટ્રોલપંપમાં તેમના સંતાનો સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ તથા ભાસ્કરભાઈ દેસાઈ અને હાલ રાજુભાઈ તથા પરેશભાઈ દેસાઈ સંચાલન કરી રહ્યા છે. પ્રતિદિન 13,000 લિટર કરતાં વધુ પેટ્રોલનો પુરવઠો ગ્રાહકોને આપી રહ્યા છે.

64 વર્ષથી દેશ-વિદેશમાં પ્રખ્યાત હુંદરાજ દાણા-ચણાની શરૂઆત સાળા-બનેવીની જોડી હુંદરાજ બલવાણી તથા સખારામભાઈ સેવાણીએ કરી હતી. માજી વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સચિન તેંડુલકર, આશા પારેખ તથા અભિનેતા ધર્મેન્દ્રએ પણ હુંદરાજના દાણા-ચણાની મજા માણી છે.

હાલ મહેશ તથા જયેશ સેવાણી હુંદરાજ દાણા-ચણાનો લોકપ્રિય આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યા છે. તેમના પુત્રો પ્રશાંત, મયુર અને રાહુલ સેવાણી પણ આ વ્યવસાયમાં સેવા આપી રહ્યા છે.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો