નવસારીમાં ડિમોલિશન કામગીરી દરમિયાન થયેલ ગેરસમજ ભૂલી એનએમસી મેયર પારસી અગ્રણી યઝદીભાઈના નિવાસસ્થાને તેમને રૂબરૂ મળવા પહોંચ્યા
Navsari Mayor visits Parsi leader Yazdibhai at his residence to resolve demolition misunderstanding
નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત વિકાસ, ટ્રાફિક નિયમન અને નાગરિકોની સુરક્ષા તથા સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહીને પારદર્શક કામગીરી કરવામાં આવે છે. આ જ શૃંખલામાં ગત રોજ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં આવેલ ડો. સૌરભ મહેતાના ક્લિનિક અને તેની આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવવા અંગેની આવશ્યક ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર વહીવટી કામગીરી દરમિયાન નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા પણ સ્થળ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું.
પરંતુ, વિકાસલક્ષી આ કાર્યવાહી દરમિયાન એક અણધારી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. પારસી સમાજના અગ્રણી ગણાતા યઝદીભાઈ અને તંત્ર વચ્ચે કામગીરી બાબતે ક્ષણિક ગેરસમજ ઉભી થવા પામી હતી. સ્થળ પરના તણાવ અને પરિસ્થિતિને કારણે વાતનું વતેસર થયું હતું અને વાટાઘાટો વધતાં સામાન્ય શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. લોકશાહીમાં એક સાચા જનપ્રતિનિધિનું મુખ્ય ઘરેણું તેની નમ્રતા અને સહનશીલતા હોય છે. આ બાબતને સાર્થક કરતા અને સંબંધો કોઈ એક ક્ષણની નારાજગી કરતાં ઘણા મોટા હોય છે તેવા ઉચ્ચ વિચાર સાથે મેયર અશોકભાઈ ધોરાજીયાએ મહાત્મા ગાંધીજીએ ચીંધેલા માર્ગ પર ચાલવાનો આદર્શ નિર્ણય લીધો. સત્તાનો કે પદનો કોઈપણ જાતનો અહંકાર રાખ્યા વિના, આજ રોજ મેયર સીધા જ પારસી અગ્રણી યઝદીભાઈના નિવાસસ્થાને તેમને રૂબરૂ મળવા પહોંચ્યા હતા.
આ મુલાકાત ખરા અર્થમાં સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહી. બંને અગ્રણીઓએ સાથે બેસીને ચા-પાણી કર્યા અને અત્યંત ખુલ્લા મને, નિખાલસતાથી દિલની વાત કરી. આ હકારાત્મક અને લાગણીસભર સંવાદથી ગઈકાલની જે પણ ગેરસમજ હતી તે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ અને બંને તરફથી હૃદયપૂર્વક વાટાઘાટો થઈ. અંતે મનમાં રહેલો આક્રોશ અને મનદુઃખ કાયમ માટે દૂર થયા.
નવસારી એ પારસી સમાજની ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ છે. નવસારીના વિકાસમાં સદીઓથી અમૂલ્ય યોગદાન આપનારા સમાજમાંથી પારસી સમાજ મુખ્ય છે. સાચા અર્થે મેયરનું આ પ્રશંસનીય પગલું એ સ્પષ્ટ સંદેશ આપે છે કે નવસારી મહાનગરપાલિકા માત્ર રસ્તા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો જ વિકાસ નથી કરતી, પરંતુ લોકોના હૃદયને જોડીને સામાજિક સૌહાર્દ અને ભાઈચારાને પણ એટલું જ મહત્વ આપે છે. ગાંધી ચિંધ્યા માર્ગે આવેલ આ સુખદ અંતે સૌ કોઈના દિલ જીતી લીધા છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




