નવસારી જિલ્લાના 4,073 ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળામાં પ્રવેશ કરાવી અભ્યાસ કરતા કરાયા, 1200થી વધુ યુવાનો ITI અને કૌશલ્ય અભ્યાસક્રમોમાં જોડાયા
Navsari brings 4,073 dropout children back to school; over 1,200 youths join ITI and skill courses
નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં શરૂ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવના 25 વર્ષે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા : નાણા અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈ
નવસારી : રાજય સરકાર દ્વારા શાળા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉમદા આશય સાથે સમરસ વિદ્યા સેતુ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે એસ.એસ.અગ્રવાલ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિવિકાસ મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે, શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ તરફ વાળવા માટે શિક્ષકો અને વાલીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વહીવટી તંત્ર અને શિક્ષકોના સઘન પ્રયાસોથી મોટી સંખ્યામાં બાળકો પુનઃશાળામાં અભ્યાસ કરતા થયા છે જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે સરસ્વતી વિદ્યા સહાય યોજના તેમજ ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓ માટે 'નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના’ જેવી અનેક યોજનાઓ અમલીત બનાવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં શરૂ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવના 25 વર્ષે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ભૌતિક સુવિધાઓ અને ઝડપી વિકાસના આ યુગમાં આજે આપણે શૂન્ય ટકા ડ્રોપઆઉટ દરની અત્યંત નજીક પહોંચ્યા છીએ. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી હતી. આજે અઢી દાયકા બાદ તેના ઉત્કૃષ્ટ પરિણામો રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે. સામાજિક મજબૂરીઓ, પરિવારનું સ્થળાંતર કે સિઝનલ રોજગારી જેવા કારણોસર કેટલાંક બાળકો અભ્યાસ અધૂરો છોડી દેતા હોય છે. ખાસ કરીને ખેતીકામ કે શ્રમ અર્થે અન્ય વિસ્તારોમાં જતા પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના કર્મયોગીઓ આવા બાળકોને શોધી શોધીને પુનઃ શાળાએ લાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી શાળાઓમાં નવા પાઠ્યપુસ્તકો તથા કમ્પ્યુટર લેબ્સને નુકસાન થયું છે તેને પણ તાત્કાલિક કાર્યરત થાય તે માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેના સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એમ. અગ્રવાલે 'સમરસ વિદ્યા સેતુ’ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોની વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 થી 5 મહિનામાં શિક્ષણ વિભાગ અને અન્ય વિવિધ વિભાગોના સંકલનથી નવસારી જિલ્લાના નોંધાયેલા ડ્રોપ આઉટ બાળકો પૈકી 4,073 બાળકોને સફળતાપૂર્વક પુનઃ શાળા શિક્ષણમાં લવાયા છે. આ ઉપરાંત 1200 થી વધુ વિદ્યાર્થીઓને ITI તથા કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે. બાકી રહેલા ડ્રોપ આઉટ બાળકોને પણ આગામી સમયમાં ખાસ ઝુંબેશ હાથ ધરી ઘરે-ઘરે જઈને પુનઃશાળામાં પ્રવેશ માટેના પ્રયાસો કરવામાં આવશે.
આ અવસરે મંત્રીઓ તથા અધિકારી-પદાધિકારીઓના હસ્તે જે બાળકોએ પુનઃપ્રવેશ મેળવ્યો છે તેમને સ્કુલ બેગ તથા આ કાર્યમાં જોડાયેલા શિક્ષકોને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનિષ ગુરવાની, મ્યુ.કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરી, અગ્રણી મુકેશ અગ્રવાલ, શિતલબેન સોની, પિયુષભાઈ દેસાઈ, મયુરીબેન દેસાઈ, અસ્મિતાબેન પટેલ, અધિકારીઓ-પદાધિકારીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




