તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીની શેઠ.પી.એચ. વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન ઇનોવેશન એક્ઝિબિશન યોજાયું

Maths-Science innovation exhibition held at Seth P.H. Vidyalaya, Navsari

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
શેઠ.પી.એચ. વિદ્યાલય ખાતે યોજાયેલા શાળા કક્ષાના ગણિત-વિજ્ઞાન ઇનોવેશન એક્ઝિબિશનમાં આશરે 100 વિદ્યાર્થીઓએ 37 કૃતિઓ રજૂ કરી હતી.

નવસારી : નવસારી સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ.પી.એચ. વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રસ, રુચિ તથા સર્જનાત્મક અભિગમ વિકસે તે હેતુથી શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન ઇનોવેશન એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.

37 કૃતિઓ | આશરે 100 વિદ્યાર્થીઓ | શાળા કક્ષાનું પ્રદર્શન

આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ 37 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં આશરે 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક વિચારશક્તિ, સર્જનાત્મકતા તથા નવીન અભિગમને વિવિધ કૃતિઓના માધ્યમથી રજૂ કર્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ નાયક, મંત્રી રોહિતભાઈ દેસાઈ તથા ટ્રસ્ટી હરીશભાઈ વશી ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રદર્શનને સફળ બનાવવા શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ શાળાના આચાર્ય તથા સમગ્ર શૈક્ષણિક સ્ટાફના સહયોગથી પ્રદર્શનનું સુંદર આયોજન અને સફળ સંચાલન શક્ય બન્યું હતું.

આ પ્રદર્શનમાં કૃતિઓનું મૂલ્યાંકન કરવા માટે નિર્ણાયક તરીકે મનોજભાઈ બાખરૂ, રાજેશભાઈ ધોળકિયા અને નિતીનભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે જિજ્ઞાસા, રસ, રુચિ તથા સંશોધનાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો હતો.

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા અને નવીન વિચારોનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સંસ્કાર ભારતી ટ્રસ્ટ તથા શાળા પરિવાર દ્વારા પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો