વાર્ષિક ઈ-કેવાયસી વગર પીએમ-કિસાન યોજનાના હપ્તા બંધ થશે
Annual e-KYC mandatory for PM-Kisan beneficiaries in Navsari
1લી એપ્રિલ-2026 બાદ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશનથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત
વાર્ષિક સહાય ₹6,000 | 3 હપ્તા | દર નાણાકીય વર્ષે e-KYC ફરજિયાત
નવસારી : ભારત સરકાર દ્વારા વર્ષ-2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6,000ની સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં ડીબીટી મારફતે ચૂકવવામાં આવે છે.
ભારત સરકારની વર્તમાન સૂચના અનુસાર પીએમ-કિસાન યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે દર નાણાકીય વર્ષે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા (એપ્રિલ-જુલાઈ)ના રિલીઝ પૂર્વે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરાવવાની રહેશે. અગાઉના નાણાકીય વર્ષમાં કરાવેલી ઈ-કેવાયસી આગામી નાણાકીય વર્ષ માટે માન્ય ગણાશે નહીં. તેથી દર નાણાકીય વર્ષે નિર્ધારિત સમયમર્યાદામાં વાર્ષિક ઈ-કેવાયસી પુનઃ પૂર્ણ કરાવવી જરૂરી છે.
નવસારી જિલ્લાના જે લાભાર્થી ખેડૂતોના સ્ટેટસમાં “ઈ-કેવાયસી : યસ” જોવા મળે છે, પરંતુ જેમણે ગત 1લી એપ્રિલ-2026 પછી બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી કરાવેલ નથી, તેવા તમામ લાભાર્થી ખેડૂતોએ બાયોમેટ્રિક/ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાની રહેશે.
વાર્ષિક e-KYC પૂર્ણ નહીં થાય તો આગામી PM-Kisan હપ્તામાં અવરોધ આવી શકે છે.
વાર્ષિક ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરાવનાર લાભાર્થીઓને યોજનાનો આગામી હપ્તો મેળવવામાં અવરોધ આવી શકે છે.
નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના તમામ પીએમ-કિસાન લાભાર્થી ખેડૂતોને સમયસર વાર્ષિક ઈ-કેવાયસી પૂર્ણ કરાવી યોજનાનો આગામી હપ્તો અવરોધ વિના પ્રાપ્ત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ઈ-કેવાયસી માટેની પ્રક્રિયા
પદ્ધતિ 1 — પીએમ-કિસાન મોબાઈલ એપ દ્વારા (ફેસ ઓથેન્ટિકેશન) : લાભાર્થી પોતે એપમાં “લોગીન” → “લોગીન ટાયપ” → “બેનેફિસયરી” વિકલ્પ પસંદ કરી આધાર નંબર/રજીસ્ટ્રેશન નંબરના આધારે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકશે. આ ઉપરાંત અન્ય 100 લાભાર્થીઓનું પણ ઈ-કેવાયસી કરી શકાશે.
પદ્ધતિ 2 — ગ્રામસેવક / વિલેજ નોડલ ઓફિસર દ્વારા (ફેસ ઓથેન્ટિકેશન) : ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસર પીએમ-કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા લાભાર્થી ખેડૂતોનું ઈ-કેવાયસી કરી શકશે.
પદ્ધતિ 3 — CSC / ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા (બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન) : લાભાર્થી પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે.
આથી નવસારી જિલ્લાના તમામ પીએમ-કિસાન લાભાર્થી ખેડૂતોને વહેલી તકે પોતાની વાર્ષિક ઈ-કેવાયસીની સ્થિતિ ચકાસી, જરૂરી હોય તો બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




