તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી અને વિજલપોરમાં વાગતે-ગાજતે ગણેશજીની મૂર્તિનું આગમન

Ganesh idols arrive in Navsari and Vijalpore amid music and huge crowds

South Republic DeskWednesday, 26 August 2026 2 મિનિટ વાંચન · 46 days ago 0
નવસારી અને વિજલપોરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિઓનું વાગતે-ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. મૂર્તિઓનું આગમન જોવા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી રહ્યા છે.

ગણેશજીની મૂર્તિનું આગમન જોવા લોકો ટોળાથી રસ્તાઓ ભરાયા

નવસારી : નવસારી અને વિજલપોરમાં ગણેશજીની મૂર્તિનું આગમન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ગણેશજીની મૂર્તિનું આગમન જોવા માટે રસ્તાઓ લોક ટોળાથી ઉભરાઈ રહ્યા છે.

ગણેશ ચતુર્થીમાં 10 દિવસ સુધી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જોકે ગણેશ ચતુર્થીની તહેવારની જેમ રંગે-ચંગે ઉજવણી થાય છે. આ વર્ષે આગામી 14મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. ત્યારે ભક્તોએ 2 મહિના પૂર્વે જ ગણેશ ચર્તુથીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હાલમાં તો ઘણા બધા ગણેશ મંડળોના સભ્યોએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે મંડપની તૈયારી આટોપી લીધી છે. અને ગણેશજીની મૂર્તિના આગમનની તૈયારી કરી રહ્યા છે. જોકે ઘણા ગણેશ મંડળો ગણેશજીની મૂર્તિનું આગમન કરી રહ્યા છે.

નવસારી અને વિજલપોરમાં ગણેશજીની મૂર્તિનું આગમન થઇ રહ્યું છે. બીજી તરફ ગણેશ મંડળો દ્વારા લોકોનું ધ્યાન ખેંચવા માટે અવનવા અવતારમાં ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે વિવિધ ગણેશ મંડળો સભ્યો ગણેશજીની મૂર્તિ વાગતે-ગાજતે લાવી રહ્યા છે. ગણેશજીની મૂર્તિના આગમન સમયે ગણેશ મંડળો દ્વારા અન્યો રાજ્ય કે જિલ્લાનું પ્રખ્યાત મસમોટું ડી.જે. તેમજ ઢોલ-નગાડા વગાડતી ટીમોને બોલાવવામાં આવે છે. અને લોકોને આકર્ષિત કરવા માટે ગણેશ મંડળો સોશ્યલ મીડિયામાં મોટી-મોટી જાહેરાતો પણ કરે છે.

નવસારી અને વિજલપોરના વિવિધ ગણેશ મંડળો પોતાના મંડપમાં સ્થાપન કરવા માટે ગણેશજીની મૂર્તિ લઈ જઈ રહ્યા છે. જે આગમન જોવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રસ્તાની બાજુમાં ઉભા રહી ગણેશજીની મૂર્તિનું આગમન નિહાળી રહ્યા છે. તો કેટલાક ગણેશ મંડળો દ્વારા કોઈ એક જગ્યાએ લાઇટિંગ શો, ડાન્સિંગ શો તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેથી આવી જગ્યાએ મોટા પ્રમાણમાં લોકટોળું ભેગું થઈ જાય છે.

જોકે આંતરિક રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યાઓ રહેતી નથી. પરંતુ મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકનું પ્રમાણ વધી જાય છે. એક તરફના રસ્તા પર ગણેશજીની મૂર્તિના આગમનને પગલે ટ્રાફિક રહે જ છે. પણ બીજી તરફના રસ્તા પર ઉભેલા લોકટોળાને પગલે બંને રસ્તા ઘણા સમય માટે બ્લોક થયા હોય તેમ લાગે છે. જેના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સ્થાનિક પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર હોવાથી તેઓ ટ્રાફિકના ભારણને ઘટાડવાના પ્રયાસો કરી રહી હોય છે.

મોટી ગણેશજીની મૂર્તિ આંતરિક રસ્તા પર આવતા રાતે વીજળી ગુલ

નવસારી : નવસારી અને વિજલપોરના આંતરિક રસ્તાઓ ઉપરથી મુખ્ય વીજ લાઈન અને સ્ટ્રીટ લાઈટના વાયરો પસાર થાય છે. ત્યારે કેટલાક ગણેશ મંડળો દ્વારા વધુ ઊંચાઈ ધરાવતી ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી રહી છે. જોકે ગણેશજીની મૂર્તિ રસ્તા પરથી પસાર થતા જીવંત વીજ વાયરને અડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ગણેશ મંડળો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને સાથે રાખે છે.

જેથી ડીજીવીસીએલના કર્મચારીઓ જે વાયર ગણેશજીની મૂર્તિને અડતો હોય તો તે વિસ્તારોનો પાવર કાપી વાયર હટાવી ગણેશજીની મૂર્તિ આગળ લઇ જઈ રહ્યા છે. જેના પગલે રાત્રે અંદાજે 1 કલાક માટે વીજળી ગુલ થઇ જતી હોય છે.

ફોટો ગેલેરી

ડી.જે.ના તાલે ગણેશજીની મૂર્તિનું આગમન નિહાળવા ઉમટેલું લોકટોળું.
મુખ્ય રસ્તા પર આગમન દરમિયાન એકઠી થયેલી ભીડ.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો