નવસારી-વિજલપોરને મ્યુ. કમિશનર તો મળ્યા, પણ વિજલપોર હજી પણ સમસ્યાઓથી પીડાઈ રહ્યું
Navsari-Vijalpore got a Municipal Commissioner, but Vijalpore still suffers
વિજલપોરના શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઈ આશાપુરી મંદિર સુધીનો રસ્તો કમરના દુખાવા સમાન
વિજલપોરનો મુખ્ય રસ્તો બનાવવા મનપા શું મુહૂર્તની રાહ જોય છે ? : સ્થાનિકોમાં ચર્ચા
મ્યુ. કમિશ્નર વિજલપોરના જીવાદોરી સમાન ગણાતા મુખ્ય રસ્તાને સારો અને વ્યવસ્થિત બનાવે તેવી લોક માંગ
નવસારી : નવસારી અને વિજલપોર શહેરને એકસાથે કરી ગુજરાત સરકારે નવસારીને મહાનગરપાલિકા બનાવી દીધી છે. જેથી બંને શહેરને ઉચ્ચ કક્ષાના મ્યુ. કમિશ્નર તો મળ્યા છે. પરંતુ હજી પણ વિજલપોર શહેર વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. વિજલપોરના શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી મંદિર સુધીનો રસ્તો કમરના દુખાવા સમાન બની ગયો છે. ત્યારે મ્યુ. કમિશ્નર વિજલપોરના જીવાદોરી સમાન ગણાતા મુખ્ય રસ્તાને સારો અને વ્યવસ્થિત બનાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
વિજલપોર શહેરમાં વિવિધ પ્રાંતો અને સમાજના લોકો વર્ષોથી રહે છે. જોકે વિજલપોર વિસ્તાર આમ તો નાનો છે. પરંતુ નાના વિસ્તારમાં એવા ઘણા લોકો રહેતા હતા. જેથી વિજલપોર વિસ્તાર માટે ડ વર્ગની નગરપાલિકા પણ કાર્યરત હતી. વિજલપોર નગરપાલિકા ડ વર્ગની નગરપાલિકા હોવા છતાં વિજલપોર વિસ્તારમાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે તેવી હતી. તેમજ રોજબરોજ ઉભી થતી સમસ્યાઓનો નિકાલ લાવી શકતી હતી. જેથી વિજલપોરના રહીશોને વધુ સમય સુધી સમસ્યાઓ સામે ઝઝૂમવું પડતું ન હતું.
પરંતુ સરકારે વિજલપોર નગરપાલિકા સહીત 8 ગામોને નવસારી નગરપાલિકામાં સમાવી લઈ નવસારી-વિજલપોર સંયુક્ત નગરપાલિકા બનાવી દીધી હતી. જોકે તે સમયે વિજલપોરમાં સારી સુવિધા મળશે અને વિકાસના કામો થશે તેવું રહીશોને લાગ્યું હતું. પરંતુ રહીશોની તમામ ધારણ ખોટી પડી હતી. પરિસ્થિતિ જેવી હતી તેવી જ રહી હતી. વિજલપોરમાં સારી સુવિધા અને વિકાસના કામો તો દૂર રહ્યા માત્ર નાની-નાની સમસ્યાઓનો ઉકેલ લાવી તાત્કાલિકન નવસારી-વિજલપોર પાલિકાના અધિકારીઓ સંતોષ માની રહ્યા હતા.
ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બનવાની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે નવસારી મહાનગરપાલિકા બને તો અન્ય શહેરી વિસ્તારોની જેમ વિજલપોર વિસ્તારોમાં પણ સારા કામો થઇ શકે. જોકે સ્થાનિક રાજનેતાઓની રજૂઆતને પગલે સરકારે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો હતો. જેથી સમગ્ર શહેરીજનોએ ઉજવણી કરી હતી અને સુરત સીટીની જેમ નવસારી પણ હવે સ્માર્ટ સીટી બને, લોકોને સારી સુવિધા, પાયાની સુવિધા વ્યવસ્થિત મળી રહે. નવસારી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર આવતા તેમણે મનપા વિસ્તારમાં કામો કરવા માટેના એક્શન પ્લાન તૈયાર કરી દીધા હતા. ત્યારબાદ વિજલપોર શહેરમાં ઘણા મોટા વિકાસના કામો હાથ ધરાયા હતા.
વિજલપોર વિસ્તારની વાત કરીએ તો વિઠ્ઠલ મંદિર પાસેના રસ્તાથી લઇ શિવાજી ચોક, શુશ્રુષા હોસ્પિટલ હોસ્પિટલ પાસેથી એક તરફ આશાપુરી માતાજીના મંદિર તરફનો રસ્તો અને બીજી તરફ સાંઢકુવા તરફ જતો રસ્તો પસાર થાય છે. ચોમાસા પહેલા જ નવસારી મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. વિજલપોરના પણ ઘણા વિસ્તારોમાં નવા રસ્તાઓ અને બ્લોક પેવિંગના કામો હાથ ધરાયા હતા. જેમાં શિવાજી ચોકથી લઈ શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાજીના મંદિર તરફ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તો વિજલપોરના રહીશો માટે મુખ્ય રસ્તો રહ્યો છે. જે નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને તરફ જાય છે. જેથી આ રસ્તા પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે. પરંતુ હાલમાં આ રસ્તાની હાલત બદથી બદતર થઇ છે.
શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફનો રસ્તો બનાવ્યા બાદ મનપા તંત્ર દ્વારા અડધો રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ખોદેલા અડધા રસ્તામાં પુરાણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આ રસ્તો હજી પાકો કરવામાં આવ્યો નથી. થોડા સમય પહેલા વિજલપોરમાં વરસાદ વધુ પડતા વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા સારા-સારા રસ્તાઓ ધોવાઈ જતા હોય છે તો શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફ જતો અડધો રસ્તો વધુ ખરાબ થઇ ચુક્યો છે. જેથી આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ અકસ્માતનો પણ ભય રહે છે. બીજી તરફ ઘણી વખત ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ત્યારે વિજલપોરના રહીશો મનપા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
ઘણો સમય વીતી ગયા છતાં મનપા તંત્ર શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફનો રસ્તો બનાવવા માટે મ્યુ. કમિશનર મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે તેવી ચર્ચા લોક ચર્ચા ચાલી રહી છે. ત્યારે શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફનો રસ્તો નવો અને વ્યવસ્થિત બનાવવા સાથે, નવા ડિવાઈડર તેમજ નવી સ્ટ્રીટ લાઈટો લગાવવાની માંગ વિજલપોરના રહીશોમાં ઉઠી રહી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




